Not Set/ મુખ્તાર અંસારીને બે સપ્તાહમાં UPની જેલમાં કરવામાં આવશે શિફ્ટ, પંજાબ સરકારને SCનો ઝટકો

પંજાબની રોપડ જેલમાં બંધ બાહુબલી વિધાયક મુખ્તાર અંસારીને બે સપ્તાહમાં ઉત્તર પ્રદેશની જેલમાં શિફ્ટ કરવામાં આવશે

Top Stories India

પંજાબની રોપડ જેલમાં બંધ બાહુબલી વિધાયક મુખ્તાર અંસારીને બે સપ્તાહમાં ઉત્તર પ્રદેશની જેલમાં શિફ્ટ કરવામાં આવશે. મુખ્તાર અંસારીના કેસ અને તેની કસ્ટડી ટ્રાન્સફરની અરજી પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે નિર્ણય સંભળાવ્યો. પંજાબ સરકારની દલીલોથી કોર્ટ સંતુષ્ટ થઇ નહીં. પંજાબ સરકારને ઝટકો આપતા કોર્ટે મુખ્તારને શિફ્ટ કરવાનો આદેશ આપ્યો.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે બે સપ્તાહની અંદર મુખ્તારને યૂપી શિફ્ટ કરવામાં આવે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ વિશેષ કોર્ટ નક્કી કરશે કે અંસારીને અલાહાબાદ કે બાંદા કઇ જેલમાં શિફ્ટ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે મુખ્તાર અંસારીને પંજાબની રોપડ જેલથી યુપીની વાંદા જેલમાં શિફ્ટ કરવામાં આવશે.

આપને જણાવી દઇએ કે છેલ્લા ઘણાં વર્ષોથી મુખ્તાર અંસારીને ઉત્તર પ્રદેશની જેલમાં શિફ્ટ કરવાની કવાયદ ચાલી રહી હતી. પરંતુ પંજાબની રોપડ જેલના અધિકારીઓ વારંવાર તેમાં અડંગો લગાવી રહ્યા હતા. જેલ પ્રશાસન મુખ્તારના સ્વાસ્થ્યનો હવાલો આપી રહ્યું છે. આ કેસમાં યુપી કોર્ટ સુપ્રીમ કોર્ટ પહોંચી ગઇ હતી. અહીં મુખ્તારે કહ્યું કે યુપીમાં મને જીવનો ખતરો છે.

પંજાબ સરકારના વકીલ દુષ્યંત દવેએ કહ્યું કે યુપી સરકારની માંગ બંધારણીય જોગવાઇઓ વિરુદ્ધ છે. જો તેને માની લેવામાં આવે તો ભવિષ્યમાં આવા અનેક કેસો આવશે. તેમણે કોર્ટથી યુપીની અરજી ફગાવી દેવાની માંગ કરતા કહ્યું કે આ અરજી બંધારણના અનુચ્છેદ 32 હેઠળ મેન્ટેનેબલ નથી. તેમણે કહ્યું કે યુપી સરકારના બધા આરોપો નિરાધાર છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે મુખ્તારના વકીલો કહી રહ્યા છે કે વીડિયો કોન્ફર્સિંગથી ટ્રાયલ કરો. આ રીતે તો વિજય માલ્યાને પણ ભારત લાવવાની જરુર નથી. વીડિયો કોન્ફરન્સિંગથી હાજરી લઇ લેવાય.