T20 World Cup/ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડકપ મેચોનું શેડ્યૂલ જાહેર, ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડકપ માટે મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ભારતે આ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમવાની છે. 

Top Stories Sports
T20 World Cup-2022 Schedule
  • ટી-20 વર્લ્ડકપ 2022નો શિડ્યુલ થયો જાહેર
  • ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડની મેચ સાથે સ્પર્ધા થશે શરૂ
  • 23 ઓક્ટોબરે મેલબર્નમાં ભારત-પાક.નો મુકાબલો
  • ટી-20 વર્લ્ડકપ 2022માં ભારત ગ્રુપ-2માં સામેલ
  • ભારત, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ ગ્રુપ-2માં

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડકપ માટે મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ભારતે આ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમવાની છે. આ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે.

આ પણ વાંચો – Retirement / સાનિયા મિર્ઝાએ કરી સંન્યાસ લેવાની જાહેરાત, 2022ની સિઝન પછી ટેનિસને કહી દેશે અલવિદા

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લે ઓસ્ટ્રેલિયાનાં એડિલેડમાં 2015 વર્લ્ડકપ દરમિયાન વર્લ્ડકપ મેચ રમાઈ હતી. ટૂર્નામેન્ટનાં પ્રથમ 6 દિવસ એટલે કે 16 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર સુધી ટૂર્નામેન્ટનાં પ્રથમ રાઉન્ડ સામે રમાશે. ત્યારબાદ 22મી ઓક્ટોબરથી સુપર 12ની મેચો શરૂ થશે. T20 વર્લ્ડકપની આઠમી આવૃત્તિ 16 ઓક્ટોબરથી શરૂ થશે અને તે સાત સ્થળોએ એડિલેડ, બ્રિસ્બેન, જીલોંગ, હોબાર્ટ, મેલબોર્ન, પર્થ અને સિડનીમાં રમાશે. 13 નવેમ્બરે MCG ખાતે ફાઇનલ મેચ રમાશે. સુપર 12 માટેની ટીમોને બે જૂથોમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ 1માં હાલમાં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમો છે. બીજી તરફ ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ ગ્રુપ 2માં છે.

આ 8 ટીમો સિવાય 4 વધુ ટીમો પહેલા રાઉન્ડનાં પરિણામ બાદ સુપર 12માં પહોંચશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન અને યજમાન ઓસ્ટ્રેલિયા સુપર 12ની પ્રથમ મેચમાં 22 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. આ ટૂર્નામેન્ટમાં કુલ 16 આંતરરાષ્ટ્રીય ટીમો 45 મેચ રમશે. T20 વર્લ્ડકપમાં ભારતને ગ્રુપ-2માં રાખવામાં આવ્યું છે. આ ગ્રુપમાં ભારતની સાથે બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા પણ સામેલ છે. ભારતીય ટીમ તેની બીજી મેચ 27 ઓક્ટોબરે ગ્રુપ 1ની રનર્સઅપ સામે રમશે. આ પછી 30 ઓક્ટોબરે ભારતે તેની ત્રીજી મેચ દક્ષિણ આફ્રિકા સામે રમવાની છે. આ મેચ પર્થનાં ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાશે. ત્યારબાદ ભારત 2 નવેમ્બરે એડિલેડનાં ઓવલમાં બાંગ્લાદેશ સામે મેદાનમાં ઉતરશે. છેલ્લા ગ્રૂપ તબક્કામાં, તેઓ 6 નવેમ્બરે MCG ખાતે ગ્રુપ 2 ની વિજેતા ટીમ સામે ટકરાશે.

આ પણ વાંચો – કોરોના સંક્રમિત / ભારતની અંડર-19 ટીમ પર કોરોનાનો કહેર,કેપ્ટન યશ ધુલ સહિત છ ખેલાડીઓ કોરોના સંક્રમિત

સેમિફાઇનલ અને ફાઇનલ ક્યારે છે?

T20 વર્લ્ડકપ 2022ની સેમી ફાઈનલ મેચો 9 અને 10 નવેમ્બરે રમાશે. વળી, તેની અંતિમ મેચ 13 નવેમ્બરે મેલબોર્નમાં રમાશે.

T20 વર્લ્ડકપ 2022માં ભારત સામે કોણ?

ભારત વિ. પાકિસ્તાન, મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ – 23 ઓક્ટોબર

ભારત વિ. ગ્રુપ A રનર અપ, સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ – 27 ઓક્ટોબર

ભારત વિ. દક્ષિણ આફ્રિકા, પર્થ સ્ટેડિયમ – 30 ઓક્ટોબર

ભારત વિ. બાંગ્લાદેશ, એડિલેડ ઓવલ – 2 નવેમ્બર

ભારત વિ. ગ્રુપ બી રનર અપ ટીમ, મેલબોર્ન – 06 નવેમ્બર