Covid-19/ કોરોના વાયરસનાં વધતા જતા કેસોને લીધે પુણેમાં 14 માર્ચ સુધી સ્કૂલ કોલેજો બંધ

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને લીધે પૂણેના વહીવટી તંત્ર દ્વારા રવિવારે પગલાં લેવામાં આવ્યા હતા. કોરોનાની સ્થિતિ વધતી જતી હોવાને લીધે પુણેમાં 14 માર્ચ સુધી શાળા-કોલેજો બંધ રહેશે.

India
Mantavya 46 કોરોના વાયરસનાં વધતા જતા કેસોને લીધે પુણેમાં 14 માર્ચ સુધી સ્કૂલ કોલેજો બંધ

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને લીધે પૂણેના વહીવટી તંત્ર દ્વારા રવિવારે પગલાં લેવામાં આવ્યા હતા. કોરોનાની સ્થિતિ વધતી જતી હોવાને લીધે પુણેમાં 14 માર્ચ સુધી શાળા-કોલેજો બંધ રહેશે. મેયર મુરલીધર મોહોલે કહ્યું કે લોકોને રાતના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ઘરની બહાર નીકળવા નહીં મળે.

Mumbai / અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક રાખવાની જવાબદારી એક આંતકી સંગઠને લીધી, આ છે પુરાવો

એક દિવસ પહેલા જ મહારાષ્ટ્રનાં અમરાવતી જીલ્લામાં એક અઠવાડીયા માટે લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે. અમરાવતીમાં 8 માર્ચ સુધી લોકડાઉન લગાડી દેવામાં આવ્યું છે. ત્યારે જિલ્લાની બધી જ સ્કૂલ, દુકાનો, કોલેજો, બંધ કરી દેવામાં આવી છે. જીવન જરૂરિયાત ચીજવસ્તુ જ આપવામાં આવશે. પુણેના ડિવિજનલ કમિશ્નર સૌર્ર્ભ રાવે કહ્યું કે દુકાનો ખૂલી રાખવા માં કોઈ રોકટોક લગાવવામાં આવી નથી. કોવિડ-19નાં નિયમોનું પાલન કરી ને દુકાનો ખૂલી રાખવામા આવશે. રેસ્ટોરન્ટ અને હોટલ ના સમયમાં કઈ પણ બદલાવ નહીં કરવામાં આવે.

Election / આસામમાં BJP ની સહયોગી પાર્ટી છોડ્યો સાથ, કોંગ્રેસમાં જોડાયા

પુણેમાં શનિવારે કોરોનાના 1484 કેસો નવા સામે આવ્યા છે.આવી જરીતે જિલ્લામાં અત્યાર સુધીના કોરોનાના 4,08,000 કેસો સામે આવ્યા છે. જેમાથી 3,86,000 લોકો બીમારી થી સાજા થયા છે. ત્યારે પુણે માં 8105 લોકો કોરોનાને લીધે મૃત્યુ થયા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ