ક્યાંથી ભણે વિદ્યાર્થી..? જ્યાં શાળામાં વિદ્યાર્થી ને ભણાવવાની જગ્યાએ શિક્ષકો દ્વારા જ તાપણા કરીને બેસી રહે તો બિચારા વિદ્યાર્થી કયા જશે..? ક્યાંક શાળામાં વિદ્યાર્થી પાસે સાફ સફાઈ કરાવામાં આવી રહી છે તો ક્યાંક શિક્ષક તાપણું સળગાવીને બેસી રહ્યા છે.
ખેડા તાલુકાની આતરોલી ગામે આવેલ ઉત્તર બુનિયાદી સ્કૂલ ના શિક્ષિકા સેજલ બેન ચંદ્રકાંત ભાઈ ચૌહાણ દ્વારા ક્લાસરૂમની અંદર જ તાપણી કરાતી હોવાના વીડિયો વાયરલ થતાં ચકચાર મચી છે. સ્થાનિક સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મહિલા શિક્ષિકાએ ક્લાસરૂમમાં જ તાપણુ કરે છે અને તાપણા માટે જરૂરી લાકડા વીણવા માટે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને ચાલુ ક્લાસે બહાર મોકલે છે.
મોડલ સ્કૂલનો ઉડ્યો છેદ, શિક્ષણના ધામમાં હવે છાત્રોને મજૂરી કરવાનો આવ્યો વારો
સાવિત્રીબાઈ ફુલે/ દેશની પ્રથમ મહિલા શિક્ષક, જે દલિત દીકરીઓ માટે અંતિમ શ્વાસ સુધી લડ્યા હતા
ગત તારીખ 31 ડિસેમ્બરના રોજ સરપંચ શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ આ મહિલા શિક્ષિકા ક્લાસરૂમમાં તાપણું કરતા હોવા ના ફોટોગ્રાફ્સ લીધા હતા. જેને લઇ મહિલા શિક્ષિકા અને સરપંચ વચ્ચે જીભાજોડી પણ થઇ હતી. સમગ્ર બાબતે સરપંચ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં ફરિયાદ પણ કરવામાં આવી છે.
મહિલા શિક્ષિકા ક્લાસરૂમમાં જ તાપણું કરી ગરમાવો લઇ રહ્યા છે. જે દર્શાવે છે કે, ખેડા જિલ્લાનું શિક્ષણ તંત્ર કેટલી હદે ખાડે ગયું છે. ચિંતાજનક બાબત એ છે કે લાકડા વીણવા જતા વિદ્યાર્થીઓને જો ઝાડમાં કોઈ જીવ જંતુ કરડી જાય અને આકસ્મિક ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ?
મહત્વની બાબત છે કે સરપંચ દ્વારા મીડિયાને સાથે રાખી સ્કૂલની મુલાકાત લેવાઈ હતી, જેમાં છેલ્લા બે દિવસથી આ શિક્ષિકા ગેરહાજર હોવાનું બહાર આવ્યું હતું. જોકે સ્થાનિક આચાર્ય શિક્ષિકા નો બચાવ કરી રહ્યા છે અને તેઓ માંદગીની રજા પર હોવાનું જણાવી રહ્યા છે. પરંતુ શિક્ષિકા શા માટે રજા પર ઉતરી ગયા છે તે બાબત સમજી શકાય તેમ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
