વૈજ્ઞાનકોએ આપણા સૌર મંડળની બહાર ગ્રહોના એક એવા સમૂહની શોધ કરી છે, જ્યાં એવી જ રાસાયણિક સ્થિતિ છે જેવી પૃથ્વી પર જીવનનું કારણ બની હશે. બ્રિટનમાં કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયના શોધકર્તાઓએ શોધ્યું કે પૃથ્વી જેવા એક ગ્રહ પર જીવન વિકાસની સંભાવનાઓ છે અને આનો સંબંધ ગ્રહના હોસ્ટ સ્ટાર સાથે છે.

સાયન્સ એડવાન્સ જર્નલમાં પ્રકશિત આ અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે પૃથ્વી પહેલા થયેલા જીવન વિકાસની સ્થિતિની જેમ તારાઓએ અલ્ટ્રાવાયોલેટ કિરણોના પ્રકાશને એવી રીતે એ ગ્રહો પર પણ છોડ્યો જેનાથી આ ગ્રહોમાં જીવનની શરૂઆત થઇ શકે છે. પૃથ્વી પર અલ્ટ્રાવાયોલેટ કિરણો દ્વારા રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. અને આનાથી જીવન નિર્માણ થાય છે.
શોધકર્તાઓએ એવા કેટલાક ગ્રહો ઓળખી કાઢ્યા છે જ્યાં એમના હોસ્ટ સ્ટારથી અલ્ટ્રાવાયોલેટ કિરણો આ રાસાયણિક પ્રક્રિયાઓની થવાની અનુમતિ આપવા માટે પર્યાપ્ત છે. અને રહેવાલાયક સીમાની અંદર છે. જ્યાં પાણી પણ મળી શકે છે.
