Not Set/ બેઠક વિશ્લેષણ/ધારી–બગસરા : નાના–મોટા તમામ પક્ષોને મહત્વ આપતો મતવિસ્તાર

ગુજરાત વિધાનસભાની જે આઠ બેઠક પર ચૂંટણી યોજાવવા જઇ રહી છે તેમાની એક બેઠક એટલે સૌરાષ્ટ્રનાં અમરેલી જીલ્લાની ધારી બેઠક, ગીરનું પ્રવેશ દ્વારા ગણાતા ધારી–બગસરાનાં વિસ્તારોની બનેલી આ ધારી–બગસરા બેઠક એક રીતે જોવામાં આવે તો નાના–મોટા તમામ પક્ષોને મહત્વ આપતો મતવિસ્તાર કહી શકાય, અથવા તો એક મત એવો પણ ઉભરી એવતો આ બેઠક માટે જોવામાં […]

Top Stories Gujarat Gujarat Assembly Election 2022 Others Politics
himmat thhakar 1 બેઠક વિશ્લેષણ/ધારી–બગસરા : નાના–મોટા તમામ પક્ષોને મહત્વ આપતો મતવિસ્તાર

ગુજરાત વિધાનસભાની જે આઠ બેઠક પર ચૂંટણી યોજાવવા જઇ રહી છે તેમાની એક બેઠક એટલે સૌરાષ્ટ્રનાં અમરેલી જીલ્લાની ધારી બેઠક, ગીરનું પ્રવેશ દ્વારા ગણાતા ધારી–બગસરાનાં વિસ્તારોની બનેલી આ ધારી–બગસરા બેઠક એક રીતે જોવામાં આવે તો નાના–મોટા તમામ પક્ષોને મહત્વ આપતો મતવિસ્તાર કહી શકાય, અથવા તો એક મત એવો પણ ઉભરી એવતો આ બેઠક માટે જોવામાં આવે કે અહીં પક્ષ કરતા વ્યક્તિ સર્વોપરી છે.

મનુભાઈ કોટડિયા ત્રણથી વધુ પક્ષના ટેકા ઉપર ચૂંંટણી લડાય છે અને જીત્યા છે

અમરેલી જિલ્લાનો ધારી-બગસરા એક એવો મતવિસ્તાર છે કે જેના સમીકરણો અને સીમાંકન અવાર–નવાર બદલાતા રહે છે. રાજકીય રીતે નવા સમીકરણો ૧૯૬ર થી ર૦૧૭ સુધીની ૧૩ ચૂંટણીમાં સર્જાયા છે. આ મત વિસ્તારમાં સાૈથી જૂના, વિશ્વના હાલમાં સાૈથી મોટા, અને નાનો પ્રાદેશીક પક્ષના પ્રતિનિધિ પણ આ બેઠક પરથી ચૂંટાયા છે.

ર૦૧૭ની ચૂંટણી પ્રમાણે ધારીમાં રપ૦૦૦૦ થી વધુ મતદારો છે તેમાં પાટીાદરોની સંખ્યા ૪૦ ટકા કરતાં વધારે છે. આ બેઠક પર વષોથી જ્ઞાતિવાદી ગણિત પ્રમાણે જંગ ખેલાય છે અને એ અપવાદને બાદ કરતાં પાટીદાર ઉમેદવારોએ પણ અહીં મેદાન માર્યુ છે.  મોટેભાગે મુખ્ય જંગ પણ પાટીદાર ઉમેદવાર વચ્ચે થયો છે. ૧૯૯૦માં જનતાદળના ઉમેદવાર વજુભાઈ ધાનક (પરાજિયા સોની)નો વિજયએ સાૈથી મોટો અપવાદ છે. આ બેઠક પાટીદારોએ જીતી હોવાનો ઈતિહાસ લાંબો છે.

પક્ષપલ્ટો ભાજપના બ્રિજેશ મેરજાને નડશે કે ફળશે ?

જો કે ૧૯૬ર થી ૧૯૭ર સુધીની ત્રણ ચૂંટણી માત્ર પ્રેમજીભાઈ લેઉવાલ રાઘવભાઈ લેઉવા જીત્યા હતા અને ત્રણેય કોંગ્રેસના હતા અને ત્રણેય કોંગ્રેસના હતા. ૧૯૭પમાં મનુભાઈ કોટડીયાલ, ચીમનભાઈ પટેલના કિસાન મઝદુર લોકપક્ષની ટિકિટ પર જીત્યા હતા. તેમણે ૧૯૮૦ અને ૧૯૮પના ઈન્દીર કોંગ્રેસના વેવ વચ્ચે પણ જનતા પાર્ટીની ટિકિટ પર જીત મેળવી હતી. જયારે ૧૯૯પમાં મનુભાઈ કોટડીયા કોંંગ્રેસની ટિકિટ પર પણ જીત્યા હતા.

જો કે આ પહેલા મનુભાઈ કોટડીયા ૧૯૮૯ની લોકસભા ચૂંંટણીમાં અમરેલીની સંસદીય બેઠક જીત્યા હતા અને વી પી સિંહના પ્રધાનમંંડળમાં ટૂંકાગાળા માટે પ્રધાન પણ બન્યા હતા. જો કે ૧૯૯૧ની ચૂંટણીમાં તેઓ હાર્યા બાદ તેમણે ૧૯૯પમાં કોંગ્રેસની ટિકિટ પર જીત મેળવી હતી. મનુભાઈ કોટડીયા કોમલો, જનતા પક્ષ અને કોંગ્રેસ ત્રણેય પક્ષની ટિકિટ પર વિધાનસભાની આ બેઠક જીત્યા છે. તો જનતા દળના વજુભાઈ ધાનક પણ જીત્યા હતા. જો કે ૧૯૯૮માં ધારીની બેઠક પર પ્રથમવાર ભાજપે બાબુભાઈ તંતીને મુકી, આ બેઠક કબ્જે કરી હતી. જે ર૦૦રમાં પણ જાળવી હતી જયારે આ બેઠક પર ભાજપના મનસુખભાઈ ભુવા જીતયા હતા.

લીંબડીમાં ભાજપનાં જૂના જોગી જીતશે કે કોંગ્રેસનો નવો ચહેરો? કોની રણનીતિ ફળશે ?

ધારીની બેઠક પર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની આગેવાની હેઠળ રચાયેલી ગુજરાત પરિવર્તન પાર્ટી જીપીપીની ટિકિટ પર કોટડીયા પરિવારના જ નલિન કોટડીયા જીત્યા હતા. જયારે ર૦૧૭ની ચૂંટણીમાં ૧૯૯૧ થી સતત ચાર ચૂંટણીમાં લોકસભાની ચૂંટણી લડી ચૂકેલા દિલીપભાઈ સંઘાણી મેદાનમાં ઉતર્યા હતા પરંતુ તે વખતે કોંગ્રેસે તેમની સામે જે વી કાકડીયા નામના નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા હતા. જેનો વિજય થયો  હતો. આમ ૧૯૬ર થી ર૦૧૭ સુધીની ૧૩ ચૂંટણીમાં કોંગ્રેસ પાંચ વખ, ભાજપ ત્રણ વખત, જીપીપી અને કીમલો ૧ -૧ વખત, જનતાપક્ષ બે વખત અને જનતાદળ એક વખત વિજેતા બન્યો છે.

આમ ધારી મત વિસ્તારમાં મતદારોએ વિવિધલક્ષી પરિણામો આપ્યા છે. એકની એક વ્યકિતને ત્રણ કરતાં વધુ પક્ષના ઉમેદવાર તરીકે વિજયી બનાવી છે.

#ચૂંટણીચક્રવ્યૂહ/ ઉમેદવારો માટે અબડાસાના મતદારોની ‘નો’ રીપીટ થીયરી

ધારીલ બગસરા મત વિસ્તારનું અમરેલી જિલ્લામાં આગવું મતત્વ છે. આ બેઠક ર૦૧૭માં કોંગ્રેસે જીતી હતી તો પણ ર૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં આ બેઠક પર ભાજપને નોંધપાત્ર સરસાઈ મળી હતી. ભૂતકાળની ત્રણ ચૂંંટણીમાં પણ આજ પ્રકારના પરિણામ આવ્યા છે.

આ વખતે પેટાચૂંટણીમાં કોંગ્રેસના સુરેશ કોટડીયા છે, અગ્રણી ઉદ્યોગપતિ પિયુષ્ભાઈ ઠુમરે આ બેઠક પર ઝંપલાવતા આ બેઠક રસપ્રદ અને રસાકસીભરી બની છે. આ બેઠક માટે બાબરાના ધારાસભ્ય વિરીજભાઈ ઠુમરે જિલ્લા પંચાયત પ્રમુખ જેનીબેન ઠુમરના નામની ભલામણ કરી હતી, પરંતુ તેમની પસંદગી થઈ નથી અને ઉદ્યોગપતિ પિયુષ્કુમાર અપક્ષ તરીક મેદાનમાં આવતા રાજકીય વિશ્લેષણ મત પ્રમાણે સમીકરણો બદલાવવાની પૂરી શકયતા છે. આમ હાલ આ બેઠક પર ભારે રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે. તમામ પક્ષોએ અને ખાસ કરીને ભાજપ-કોંગ્રેસે પ્રચારમાં નેતાઓની ફોજ ઉતરી ચૂકી છે. વિપક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી માટે તો આ બેઠક પ્રતિષ્ઠા સભર બની ગઈ છે.