Not Set/ SEBIને પણ સતાવી રહ્યા છે સોશિયલ મીડિયાનાં ભયસ્થાનો, કરશે પોતાની જાતને અપડેટ

જેમ જેમ ટેક્નોલોજીનો ઉપયોગ અને વિકાસ વધ્યો છે, તેમ તેમ તેના ભયસ્થાનો પણ વધ્યા છે. અને આજકાલ સોશિયલ મીડિયાનાં ભયસ્થાનો તમામ ક્ષેત્ર માટે પડકારો ઉભા કરી રહ્યા છે. સોશિયલ મીડિયાની સાઇડ ઇફેક્ટસ હવે મહદ અંશે મેઇન કોન્સીક્વનસી બનતી નોંધવામાં આવી રહી છે. લોકોને ગેરમાર્ગે દેરવા, લોકોને ભડકાવવા, ખોટી માહિતીને એટલી માર્કેટાઇઝ કરવી કે ખોટું પણ […]

Top Stories India
sebi SEBIને પણ સતાવી રહ્યા છે સોશિયલ મીડિયાનાં ભયસ્થાનો, કરશે પોતાની જાતને અપડેટ

જેમ જેમ ટેક્નોલોજીનો ઉપયોગ અને વિકાસ વધ્યો છે, તેમ તેમ તેના ભયસ્થાનો પણ વધ્યા છે. અને આજકાલ સોશિયલ મીડિયાનાં ભયસ્થાનો તમામ ક્ષેત્ર માટે પડકારો ઉભા કરી રહ્યા છે. સોશિયલ મીડિયાની સાઇડ ઇફેક્ટસ હવે મહદ અંશે મેઇન કોન્સીક્વનસી બનતી નોંધવામાં આવી રહી છે.

લોકોને ગેરમાર્ગે દેરવા, લોકોને ભડકાવવા, ખોટી માહિતીને એટલી માર્કેટાઇઝ કરવી કે ખોટું પણ સાચું બની જાય, સાચી વાતને ખોટી વાતોનાં હુમલાથી દબાવી દેવી, કોઇનાં આઇડીનો અનઇચ્છનીય ઉપયોગ કરવો વગેરે વગેરે. અને આ ભય સ્થાના કોઇ નાના મોટા માણસો કે નાની મોટી કંપની માટે જ ખતરા રુપ છે એવુ બીલકુલ નથી. આ ખતરો દેશની સર્વોચ્ચ ફિનાન્સીયલ ઇન્ટીટ્યુટોને પણ સતાવી રહ્યો છે.

આજ કારણે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે, સેબીનાં અધ્યક્ષ અજય ત્યાગી દ્વારા પોતાનાં એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ બજારમાં હેરાફેરી માટે મેનિપ્યુલેટર દ્વારા વધુને વધુ કરવામાં આવી રહ્યો છે. મેનીપ્યુલેશન્સને કાબૂમાં લેવા સેબી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બિગ ડેટા એનાલિટિક્સ જેવા અદ્યતન તકનીકી સાધનોનો ઉપયોગ કરશે

દેશનાં અર્થતંત્રમાં જે પાયાનો પથ્થર છે તેવું સંસ્થાન સેબી પણ સોશિયલ મીડિયા મેનિપ્યુલેટર સામે લડવા માટે હવે ટેક્નોલોજીકલી સાઉન્ડ થવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે સામાન્ય માણસે પણ આ ભયસ્થાનોને નજર અંદાજ ન કરવા જોઇએ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.