જમ્મુ કાશ્મીર/ પુલવામામાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, અથડામણમાં બે આતંકીઓ ઠાર

ગુપ્તચર એજન્સીઓને ઇનપુટ મળ્યું હતું કે પુલવામાના ત્રાલમાં નાગબેરન તરસરના જંગલમાં આતંકવાદીઓ છુપાયા છે. આના પર સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી…

Top Stories India
આતંકીઓ ઠાર

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં નાગબેરન તરસર ફોરેસ્ટ એરિયામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં બે આતંકીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળો અને આતંકીઓ તરફથી હજુ પણ ગોળીબાર ચાલુ છે. કાશ્મીર ઝોન પોલીસે કહ્યું કે પોલીસ અને સુરક્ષા દળો મોરચે છે. આ સાથે જ ચાંપીયાનમાં પણ 8 સ્થળો પર સુરક્ષા દળોના દરોડા ચાલુ છે.

આ પણ વાંચો : આજે ચીન સાથે 12 માં રાઉન્ડની કોર કમાન્ડર સ્તરની વાતચીત, જાણો ક્યાં મુદ્દાઓ પર થશે ચર્ચા

શોપિયાંના શરતપોરામાં પકડાયેલા આતંકવાદી હિદાયત અહમદના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. ગત વર્ષે સુરક્ષા દળો દ્વારા હિદાયતની ધરપકડ કરવામાં આવી હતી.

માહિતી અનુસાર, ગુપ્તચર એજન્સીઓને ઇનપુટ મળ્યું હતું કે પુલવામાના ત્રાલમાં નાગબેરન તરસરના જંગલમાં આતંકવાદીઓ છુપાયા છે. આના પર સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો. સુરક્ષા દળોએ આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાનું કહ્યું, પરંતુ આતંકવાદીઓએ શરણાગતિ સ્વીકારી નહીં.

આ પણ વાંચો :આજે ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સનું પરિણામ જાહેર કરાયું

પોતાને ઘેરાયેલા જોઈને આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કર્યું. સુરક્ષા દળોએ પણ જડબાતોડ જવાબ આપ્યો અને બે આતંકીઓને ઠાર કર્યા. હજુ સુધી આતંકીઓની ઓળખ થઈ શકી નથી. હાલમાં, સુરક્ષા દળો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

આ પણ વાંચો :કેરળમાં સતત ચોથા દિવસ કોરોના કેસમાં વધારો, સમીક્ષા માટે કેન્દ્રની ટીમ પહોંચી

આ પણ વાંચો : રાહુલ ગંધીએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો, 3 મહિના પહેલા થયા હતા સંક્રમિત