Crime/ ચોરીનાં ઈરાદે ઘુસેલા આરોપીઓએ કરી સિક્યુરીટી ગાર્ડની હત્યા, ત્રણ સગા ભાઈઓની કરાઈ ધરપકડ

ચોરીનાં ઈરાદે ધુસેલા આરોપીઓએ કરી સિક્યુરીટી ગાર્ડની હત્યા, ત્રણ સગા ભાઈઓની કરાઈ ધરપકડ

Ahmedabad Gujarat
રાકેશ ટીકૈત 12 ચોરીનાં ઈરાદે ઘુસેલા આરોપીઓએ કરી સિક્યુરીટી ગાર્ડની હત્યા, ત્રણ સગા ભાઈઓની કરાઈ ધરપકડ

@ભાવેશ રાજપૂત, અમદાવાદ 

અમદાવાદના બાવળામાં થયેલી હત્યા કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે..પકડાયેલા આરોપીઓ પેપર મીલમાં ચોરા કરવા ગયેલા ત્યારે તે મીલનાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા આધેડે આ ગેંગનો પ્રતિકાર કરતા તેને આ ત્રણેય શખ્સોએ મોતને ઘાટ ઉતાર્યો. આરોપી ભરત દેવીપુજક, બાબુ દેવીપૂજક અને ગુલા દેવીપુજક મૂળ રાજકોટના છે પણ, છેલ્લા ઘણા સમયથી બાવળાના આસપાસના વિસ્તારમાં ભંગારની ચોરી કરતા..પકડાયેલા ત્રણેય આરોપીઓ સગા ભાઈઓ છે અને રેકી કરી ચોરી કરવાનું કામ કરતા હતા. મહત્વનું છે કે ગત ૨૬મી જાન્યુઆરીના રોજ રજોડા ગામની સીમમાંથી એક મૃતદેહ મળી આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

મૃતક

પોલીસ પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે ત્રણેય આરોપીઓએ રેકી કરીને રઝોડાની બંધ પેપર મીલમાં લોખંડ અને કોપરની ચોરી કરવાના ઇરાદે ઘુસ્યા હતા. પરંતુ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા પ્રભુભાઈ રાવળ આ ત્રણેય યુવકોને ત્યાંથી જતા રહેવાનું કહેતા ઉશ્કેરાઈ જઈ તકરાર કરવા લાગ્યા અને સિક્યુરિટી ગાર્ડને માર મારવા લાગ્યા હતા. બાદમાં બંધ પેપરમીલમાં જ આધેડને બાંધી દઈ અને ફરાર થઈ ગયા. જોકે પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્ટ અને CCTVના આધારે ત્રણેય આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપી પાડયા હતા. તેમજ આરોપીઓએ હત્યામાં વપરાયેલા હથિયાર તેમજ મૃતકનો ચોરેલો મોબાઈલ પણ કબ્જે કર્યો છે.

કૃષિ આંદોલન / સરકાર અને ખેડૂત નેતાઓની વધુ એક બેઠક યોજાશે આ તારીખે ….

Covid-19 / અહીં એક સાથે 22 બાળકો કોરોના પોઝિટિવ મળી આવતા સ્થાનીકોમાં હડકંપ

હાલ તો આ ત્રણેય આરોપીઓ છેલ્લા 2 વર્ષથી બાવળા વિસ્તારમાં અનેક નાની-મોટી ચોરીઓને અંજામ આપી ચૂક્યાનું પોલીસ સમક્ષ કબૂલી રહ્યા છે. પરંતુ પોલીસ ચોપડે ફરિયાદ નહિ નોંધાઈ હોવાથી માત્ર એક જ ગુનામાં સંડોવણી સામે આવી છે.. ત્યારે હત્યા કેસમાં વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો