સુરક્ષા/ પાલનપુરની બનાસ હોસ્પિટલ હાઉસફૂલ થતાં ગેટ બહાર સુરક્ષા ગોઠવાઇ

હોસ્પિટલ બહાર સુરક્ષા ગોઠવાઇ

Gujarat
palanpur પાલનપુરની બનાસ હોસ્પિટલ હાઉસફૂલ થતાં ગેટ બહાર સુરક્ષા ગોઠવાઇ

બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે. દિનપ્રતિદિન કેસોની સંખ્યામાં ખુબ વધારો થઇ રહ્યો છે. જયારે બીજી તરફ હોસ્પિટલમાં બેડ ખાલી નથી. હોસ્પિટલોમાં બેડ ના હોવાથી પરિસ્થિતિ કફોડી બની છે. પાલનપુરની બનાસ હોસ્પિટલમાં બેડ ભરાઇ ગયાં છે જેના લીધે હોસ્પિટલ બહાર સુરક્ષા વ્યવસ્થા ગોઠલલામાં આવી છે.

બનાસ કોવિડ હોસ્પિટલમાં 126 બેડની સુવિધા છે. આ હોસ્પિટલમાં 126ની જગ્યાએ 190 કોરોના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેના લીધે હોસ્પિટલ તંત્રને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હશે એ લોકોને જ હોસ્પિટલમા જગ્યા હશે તો મળશે.લોકના ટોળા આવતાં હોવાથી વહીવટકર્તાઓએ હોસ્પિટલની બહાર ગેટ પાસે સુરક્ષાકર્મી ગોઠવી દીધાં છે.

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં પ્રતિદિન 200થી વધારે નવા કોરોના સંક્રમણના કેસો આવી રહ્યા છે. પાલનપુર,ડિસા સહિત આજુબાજુના ગામડાંના લોકો પણ હોસ્પિટલમાં આવી રહ્યા છે હોસ્પિટલમાં લોકોની ભીડ વધતી હોવાથી કોરોના સંક્રમણ વધે નહિ તેના માટે હોસ્પિટલ બહાર સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.