ગુજરાત/ DEOએ શાળા પ્રવેશની કામગીરી સવારે કરવાના આપ્યા આદેશ

શહેરની શાળાઓને પરિણામ- પ્રવેશની કામગીરી સવારે કરવાના આદેશ આપવામાં આવ્યા છે. હાલમાં અંગદઝાડતી ગરમીમાં લોકોને સ્ટ્રોકનું જોખમ જોવા મળી શકે છે.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 05 22T143534.739 DEOએ શાળા પ્રવેશની કામગીરી સવારે કરવાના આપ્યા આદેશ

અમદાવાદ : શહેરની શાળાઓને પરિણામ- પ્રવેશની કામગીરી સવારે કરવાના આદેશ આપવામાં આવ્યા છે. હાલમાં અંગદઝાડતી ગરમીમાં લોકોને સ્ટ્રોકનું જોખમ જોવા મળી શકે છે. વધતી ગરમીના કારણે શાળાઓમાં થતી પ્રવેશ કામગીરીને પણ અસર થઈ છે.

ડીઇઓએ શાળાઓને આદેશ આપતા સવારે 7થી 9 સુધીમાં પ્રવેશ કામગીરી કરવા કહ્યું. હીટવેવને કારણે શિક્ષણવિભાગ દ્વારા શાળાઓને આ આદેશ આપવામાં આવ્યો. શિક્ષણ વિભાગે શાળાઓને વર્ગ ઘટાડવા, તેમજ તાલીમ સહિતના રૂબરૂ હિયરીંગની કામગીરી મોકૂફ રાખવા જણાવ્યું. હિટવેવમાં લોકોમાં સ્ટ્રોકનું જોખમ વધતા શાળાના આચાર્ય, શિક્ષકો અને વહીવટી કર્મચારીઓના સ્વાસ્થ્ય પર ભાર મૂકવામાં આવ્યો.

આ આદેશ અમદાવાદ શહેર અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં લાગુ થશે. ડીઇઓના પરિપત્ર મુજબ પ્રવેશ અને પરિણામની કામગીરી સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં કરવામાં આવશે. અને લોકોએ બને ત્યાં સુધી રૂબરૂ મુલાકાતના બદલે ફોન કે ઇ-મેઈલથી સંકલન કરવા તાકીદ કરાઈ છે. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળાના આચાર્ય અને સંચાલકોને હિટવેવના કારણે આ પરિપત્ર મુજબ કામ કરવા સૂચના જારી કરી છે. આ ઉપરાંત શાળાઓને નવો પરિપત્રના આવે ત્યાં સુધી આ આદેશનું પાલન કરવા સૂચના આપી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કચ્છથી રાજસ્થાનના બાડમેર સુધી 490 કિ.મી.નો જળમાર્ગ બનાવવામાં આવશે

આ પણ વાંચો: પૂણે પોર્શ કાર અકસ્માતના આરોપીના દાદાનું નામ છોટા રાજન સાથે જોડાયું, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો:અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી આપતો મેસેજ લખનાર યુવકની કરાઈ ધરપકડ