AHMEDABAD NEWS/ ATM કાર્ડ બદલી નાણાં ઉપાડતો શખ્સ પકડાયો

ATM કાર્ડ બદલી નાણાની ઉચાપત કરતો અમદાવાદના જુહાપુરાનો શખ્સ શિહોરીમાંથી પકડાયો હતો. પોલીસે તેની પાસેથી 3.33 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ પૂછપરછમાં તેણે 27 ગુનાની કબૂલાત કરી હતી. સોહિલ પાસેથી તેને 209 એટીએમ કાર્ડ મળી આવ્યા હતા.

Gujarat Ahmedabad
Beginners guide to 35 1 ATM કાર્ડ બદલી નાણાં ઉપાડતો શખ્સ પકડાયો

અમદાવાદઃ ATM કાર્ડ બદલી નાણાની ઉચાપત કરતો અમદાવાદના જુહાપુરાનો (Juhapura) શખ્સ શિહોરીમાંથી પકડાયો હતો. પોલીસે તેની પાસેથી 3.33 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ પૂછપરછમાં તેણે 27 ગુનાની કબૂલાત કરી હતી. સોહિલ પાસેથી તેને 209 એટીએમ કાર્ડ મળી આવ્યા હતા.

વડગામ (Vadgam) પોલીસે આ ભેજાબાજ અને રીઢા આરોપીની ધરપકડ કરી હતી. છેલ્લા કેટલાક સમયથી તાલુકાના વિવિધ ગામોમાંથી એટીએમ કાર્ડ બદલી રૂપિયા ઉપાડવાના કિસ્સા વધ્યા હતા. તાજેતરમાં વડગામમાં આવેલી બેન્ક ઓફ બરોડાના એટીએમમાં ઘેમરપુરી શંભુપુરી ગોસ્વામી રૂપિયા ઉપાડવા ગયા હતા. તે વખતે એટીએમમાં હાજર અજાણ્યા શખ્સે પૈસા ઉપાડવા માટે મદદ કરવાના બ્હાને એટીએમ કાર્ડનો પાસવર્ડ જાણી લઈ તેમનું એટીએમ કાર્ડ બદલી નાખી ખાતામાંથી કુલ 52,749 રૂપિયા ઉપાડી લી છેતરપિંડી કરી હતી.

તેની ફરિયાદ વડગામ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યા પછી પોલીસે તપાસ શરૂ કરી હતી. આ સંદર્ભમાં પીએસઆઈ એન વી રહેવર સહિત પોલીસ સ્ટાફે જુદી-જુદી ટીમો બનાવી હતી. આ ટીમો દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન રિસોર્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. વડગામ અને પાલનપુરના આશરે 100થી વધારે સીસીટીવી ચેક કરી એટીએમ કાર્ડ બદલી નાખનારાની વિગતો એકત્રિત કરવામાં આવી હતી. તેના આધારે એટીએમ ચોર મોહમ્મદ સાહિલ લાલમહંમદ મેમણને ઝડપી લેવામાં આવ્યો હતો.

આરોપીએ આચરેલા ગુનાઓમાં જોઈએ તો ડીસા, વિજાપુર, ભાભર, વાવ, પાલનપુર, ઊંઝા, વડગામ, છાપી, દાંતા, સિદ્ધપુર, રાધનપુર, ગાંધીધામ, ચાણસ્મા, પાટણ, વિસનગર, વડનગર, ખેરાલુ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં એટીએમ કાર્ડ બદલી રૂપિયા ઉપાડ્યા હોવાનું જણાઈ આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: PM મોદી આજે ઉત્તરપ્રદેશમાં કરશે જાહેરસભા, માયાવતી સુલતાનપુરમાં કરશે પ્રચાર

આ પણ વાંચો: ડ્રાઈવિંગ લાયસન્સ માટે નહી ખાવા પડે RTOના ધક્કા, સરકારે બદલ્યા નિયમો, 1જૂનથી થશે લાગુ

આ પણ વાંચો: સિંગાપોર બાદ ભારતમાં જોવા મળ્યો કોવિડ-19નો નવો વેરિયન્ટ, 290થી વધુ લોકો પ્રભાવિત