Not Set/ જુઓ,આજની હેડલાઈન

6:00 મહેસાણા: પદ્માવત ફિલ્મને લઇ કરણી સેનાએ મોઢેરા હાઇવે પર ચક્કાજામ  કર્યો હતો. હાઈવે પર ટાયરો સળગાવતા ટ્રાફિક  જામ સર્જાયો હતો. ———————————————————————————————— બનાસકાંઠા:  શેરપુરા ગામમાં દલિત પર થતા અત્યાચારના  વિરોધમાં રેલી યોજવામાં આવી હતી. ———————————————————————————————– દાહોદ: લીમખેડાની છાત્રાલયના રુમમા પંખા પર કપડુ બાંધી ધોરણ 10માં અભ્યાસ કરતી વિધાર્થીનીએ આપઘાત કર્યો હતો. આપઘાત કરવાનું કારણ અકબંધ રાખવામાં આવ્યું […]

Gujarat
PARTH 7 જુઓ,આજની હેડલાઈન

6:00

મહેસાણા: પદ્માવત ફિલ્મને લઇ કરણી સેનાએ મોઢેરા હાઇવે પર ચક્કાજામ  કર્યો હતો. હાઈવે પર ટાયરો સળગાવતા ટ્રાફિક  જામ સર્જાયો હતો.

————————————————————————————————

બનાસકાંઠા:  શેરપુરા ગામમાં દલિત પર થતા અત્યાચારના  વિરોધમાં રેલી યોજવામાં આવી હતી.

———————————————————————————————–

દાહોદ: લીમખેડાની છાત્રાલયના રુમમા પંખા પર કપડુ બાંધી ધોરણ 10માં અભ્યાસ કરતી વિધાર્થીનીએ આપઘાત કર્યો હતો. આપઘાત કરવાનું કારણ અકબંધ રાખવામાં આવ્યું છે. પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

———————————————————————————————-

અમદાવાદ: માંડવીની પોળ આવેલી હરકીશનદાસ શેઠની પોળમાં આગ  હોવાની ઘટના સામે આવી. મકાનમાં ગેસ લીકેજ થતા આગ લાગી હતી. 2 ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોચ્યા હતા.

1:00

કઝાકિસ્તાન: અકતોબમાં બસમાં આગ લાગવાથી ૫૫ મુસાફરો જીવતા ભુંજાયા હતા. બસમાં સ્પાર્ક થવાથી આગ ભડકી હતી. બસમાં સવાર મુસાફરો કઝાકિસ્તાનના રહેવાસી હતા. આ ઘટનામાં ૩ લોકોનો બચાવ કરવામાં આવ્યો હતો.

———————————————————————————————

ભાજપના મંત્રી પુરષોત્તમ સોલંકીને સારું ખાતું ન ફાળવતાં કોળી સમાજે નારાજગી બતાવી છે. ત્યારે કોંગ્રેસના  કુંવરજી બાવળિયા અને ભાજપના પુરુષોત્તમ સોલંકી શક્તિ પ્રદર્શનના મૂડમાં છે. ભાજપ-કોંગ્રેસ પાર્ટી પ્રત્યે નારાજગી દર્શાતા કોળી સમાજએ અમિત શાહ અને રાહુલ ગાંધીને પત્ર પાઠવ્યો છે.

———————————————————————————————–

અમરેલી : રાજુલાના બાબરીયાધારમાં વર્ષ ૨૦૧૨માં ૧ યુવકની હત્યા કરવા આવી હતી. તે મામલે કોર્ટનો ચુકાદો આવી ગયો છે. આ ચુકાદામાં  ૪ શખ્સને ૧૫૦૦૦ રૂપિયાનો દંડ અને સાથે સાથે આજીવન કેદ સજા ફટકારવામાં આવી છે.

———————————————————————————————–સાબરકાંઠા : હિંમતનગરના દેધરોટા ગામની સીમમાંથી ગુમ બાળકીનો પાંચ દિવસે અર્ધ નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ માળી આવ્યો છે.  દુષ્કર્મ બાદ બાળકીની હત્યા કરાઈ હોવાની આશંકા સાથે પોલીસે તપાસ હાથ ધરવામાં આવી છે.

———————————————————————————————

સાબરકાંઠા : ઇડરગઢ બચાવો સમિતિ દ્વારા આવતી કાલે ઇડર બંધનું એલાન કરવામાં આવ્યું છે. સમિતિ દ્વારા ટાવરથી રેલી યોજી પ્રાંત અધિકારીને ઇડરગઢ પર ખનન અટકાવવા બદલ  આવેદનપત્ર આપવામાં આવશે

——————————————————————————————————

તાપી : વ્યારા સિવિલ હોસ્પિટલમાં પૂરતા બેડની સુવિધાઓ ન હોઈ દર્દીઓ જમીન પર સુઈને પોતાની સારવાર કરાવી રહ્યા છે.