Not Set/ જુઓ, મહાશિવરાત્રીના દિવસે ઉપવાસ કરવાથી થશે આ સુખમાં વધારો

અમદાવાદ દેવાધિદેવ મહાદેવની આરાધના, સાધના અને ઉપાસના કરવાનું પર્વ એટલે કે મહાશિવરાત્રીની મંગળવારે  ભવ્ય ઉજવણી થશે. જાકે, હજી સામાન્ય લોકોથી લઈને જ્યોતિષો વચ્ચે એકમત નથી સધાઈ રહ્યો કે શિવરાત્રી આવતીકાલે છે કે પછી ૧૪ તારીખે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર અને ગ્રહો મુજબ ગુજરાતમાં આવતીકાલે શિવરાત્રીની ઉજવણી કરવામાં આવશે. ૧૩ અને ૧૪ બન્ને તારીખે ચતુર્દશી સ્થિતિ એટલે કે […]

Navratri 2022
shiv જુઓ, મહાશિવરાત્રીના દિવસે ઉપવાસ કરવાથી થશે આ સુખમાં વધારો

અમદાવાદ

દેવાધિદેવ મહાદેવની આરાધના, સાધના અને ઉપાસના કરવાનું પર્વ એટલે કે મહાશિવરાત્રીની મંગળવારે  ભવ્ય ઉજવણી થશે. જાકે, હજી સામાન્ય લોકોથી લઈને જ્યોતિષો વચ્ચે એકમત નથી સધાઈ રહ્યો કે શિવરાત્રી આવતીકાલે છે કે પછી ૧૪ તારીખે.

પરંતુ જ્યોતિષશાસ્ત્ર અને ગ્રહો મુજબ ગુજરાતમાં આવતીકાલે શિવરાત્રીની ઉજવણી કરવામાં આવશે. ૧૩ અને ૧૪ બન્ને તારીખે ચતુર્દશી સ્થિતિ એટલે કે ચૌદશ છે, આવા સંજાગોમાં શાસ્ત્ર મુજબ જે દિવસે તેરસ અને ચૌદશનો સંયોગ થતો હોય તે દિવસે મહાશિવરાત્રીનું વ્રત કરવુ જાઈએ અને આ સહયોગ મંગળવારે થઈ રહ્યો છે. જેને લઈને મંગળવારે  મહાશિવરાત્રીની ઉજવણી થશે.

સોમવારે મધ્યરાત્રિ બાદ સુર્યની સંક્રાંતિ શરુ થશે એટલે કે સુર્ય મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશશે, જેથી આવતીકાલે સંક્રાંતિ પૂણ્યકાળ રહેશે.

આ ઉપરાંત મંગળવારે બીજો પણ એક મહત્વનો સંયોગ બની રહ્યો છે. આ દિવસ દરમિયાન તેરસ રહેશે, જ્યારે રાત્રે ૧૧:૩૫ કલાકથી ચૌદશ શરુ થશે.

મંગળવાર અને તેરસનો સંયોગ થતો હોવાથી ભૌમ પ્રદોપ વ્રતનો સંયોગ સર્જાઈ રહ્યો છે. આ વ્રત આરોગ્ય અને સંતાન સુખ આપનાર મનાય છે. જેથી મહાશિવરાત્રીનુ વ્રત કરનાર વ્યક્તિને  ભૌમ પ્રદોપ વ્રતનુ પુણ્ય પણ મળશે. સાથે જ મંગળવારના વ્રતનો પણ લાભ મળશે, એટલે કે શિવની સાથે હનુમાનની કૃપા પણ પ્રાપ્ત થશે. ત્રીજા શુભ સંયોગ સિદ્ધિ યોગનો બની રહ્યો છે, જેથી મંગળવારે જે પણ વ્યક્તિ પૂર્ણ મનોરથ સાથે શિવજીની પૂજા કરશે તે સિદ્ધિને પ્રાપ્ત કરશે. આ દિવસે કોઈપણ શુભ કાર્યની શરૂઆત સફળતાની ગેરેન્ટીસમાન છે.