BJP Leader/ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીની AIIMSમાં દાખલ

ભાજપના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી છે. 96 વર્ષીય અડવાણીને બુધવારે મોડી રાત્રે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Top Stories India Breaking News
Beginners guide to 2024 06 27T074122.419 ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીની AIIMSમાં દાખલ

ભાજપના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી છે. 96 વર્ષીય અડવાણીને બુધવારે મોડી રાત્રે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને AIIMS ના જેરિયાટ્રિક વિભાગના ડૉક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, પૂર્વ વડાપ્રધાનને ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. હાલ તેમની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને તેમને ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવ્યા છે.

ભાજપમાં પીએમ મોદીના ગુરુ મનાતા લાલકૃષ્ણ અડવાણી 2014થી સક્રિય રાજકારણથી દૂર રહ્યા છે. હાલમાં જ તેમની તસવીર સામે આવી હતી, જ્યારે એનડીએ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને તેમના ઘરે મળવા ગયા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા.

8 નવેમ્બર, 1927ના રોજ પાકિસ્તાનના કરાચીમાં હિન્દુ સિંધી પરિવારમાં જન્મેલા અડવાણીને આ વર્ષે ભારત સરકાર દ્વારા દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.જો કે તેમની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા. આવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 30 માર્ચે તેમના નિવાસસ્થાને તેમની મુલાકાત લીધી હતી અને તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. આ ઔપચારિક સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં લાલકૃષ્ણ અડવાણીના પરિવારના સભ્યો પણ હાજર રહ્યા હતા.

 2015 માં, તેમને ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા, તેઓ 1998 અને 2004 ની વચ્ચે ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA) માં ગૃહ પ્રધાન હતા. લાલ કૃષ્ણ અડવાણી 2002 થી 2004 ની વચ્ચે અટલ બિહારી વાજપેયીની સરકારમાં ભારતના સાતમા નાયબ વડા પ્રધાન પદે હતા. 10મી અને 14મી લોકસભા દરમિયાન તેમણે વિપક્ષના નેતાની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવી છે.

ભારતના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન અને બિહારના ભૂતપૂર્વ અધ્યક્ષ, લાલકૃષ્ણ અડવાણીને સામાન્ય રીતે ઘરે ડૉક્ટરો દ્વારા તપાસવામાં આવે છે, પરંતુ બુધવારે રાત્રે કેટલીક સમસ્યાઓના કારણે તેમને દિલ્હી AIIMSમાં દાખલ કરવા પડ્યા હતા. અડવાણી જી એઈમ્સના યુરોલોજી વિભાગમાં ડોકટરોની દેખરેખ હેઠળ છે અને તેમની નિયમિત તપાસ કરવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:CBI દ્વારા કેજરીવાલની ધરપકડ, બેવડા કેસમાંથી બચવું મુશ્કેલ…

આ પણ વાંચો:ભારતના ઇતિહાસમાં આજે મહત્વનો દિવસ, સ્પીકર પદ માટે થશે ચૂંટણી, ઓમ બિરલા Vs. કે. સુરેશ

આ પણ વાંચો:રાહુલ ગાંધીએ હાથમાં બંધારણની કોપી હાથમાં લઈ શપથ લીધા, ખુરશીની પાછળ ઉભેલા માર્શલ સાથે મિલાવ્યો હાથ