T20 WC 2024/ T-20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારત Vs ઈંગ્લેન્ડ વચ્ચે મુકાબલો, ટોસ બનશે નિર્ણાયક

ટીમ ઈન્ડિયા આજે 11 વર્ષમાં કોઈપણ ICC ઈવેન્ટની 14મી નોકઆઉટ મેચ રમશે. T-20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થશે.

Top Stories T20 WC 2024 Sports
Beginners guide to 2024 06 27T081557.336 T-20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારત Vs ઈંગ્લેન્ડ વચ્ચે મુકાબલો, ટોસ બનશે નિર્ણાયક

ટીમ ઈન્ડિયા આજે 11 વર્ષમાં કોઈપણ ICC ઈવેન્ટની 14મી નોકઆઉટ મેચ રમશે. T-20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થશે. ઇંગ્લેન્ડે 2022માં છેલ્લી સેમિફાઇનલમાં ભારતને હરાવ્યું હતું. 2014 થી, ભારત ODI અને T-20 વર્લ્ડ કપની 6 નોકઆઉટ મેચ હારી ચૂક્યું છે. તેમાંથી એકપણ મેચમાં ટીમ ઈન્ડિયા ટોસ જીતી શકી નહોતી.

નોકઆઉટનો ડર

આ વખતે ભારતની સેમિફાઇનલ મેચ ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે, જ્યાં પહેલા બેટિંગ કરવી ફાયદાકારક છે. મતલબ કે જો ઈંગ્લેન્ડ ટોસ જીતે તો ભારત ફરી એકવાર ICC નોકઆઉટ મેચમાં બેક ફૂટ પર જઈ શકે છે. ચાલો જાણીએ ICC ઇવેન્ટમાં ટોસની ભારતના પ્રદર્શન પર કેટલી અસર પડી…

ટોસ હારવા છતાં જીતી મેચ

10 વર્ષ પહેલા ભારતે છેલ્લી વખત ટોસ હાર્યા બાદ નોકઆઉટ મેચ જીતી હતી . ત્યારબાદ ભારતીય ટીમે T-20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીત્યો હતો. ત્યારથી, કોઈપણ ICC ઇવેન્ટની નોકઆઉટ મેચમાં, ભારતીય ટીમ ટોસ હાર્યા પછી ક્યારેય મેચ જીતી શકી નથી.

2007 થી અત્યાર સુધી ભારતીય ટીમ T-20 વર્લ્ડ કપમાં 6 નોકઆઉટ મેચ રમી ચુકી છે. 2માં ભારતે ટોસ જીત્યો હતો અને બંનેમાં ટીમનો વિજય થયો હતો. ભારતે 4માં ટોસ હાર્યો હતો અને તેમાંથી ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ગુયાનામાં પ્રથમ બેટિંગ ફાયદાકારક છે.  ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે રાત્રે 8 વાગ્યાથી ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં સેમીફાઈનલ મેચ રમાઈ હતી. અહીં 5 ગ્રુપ સ્ટેજ મેચો રમાઈ હતી, જેમાં 3 ટીમોએ પ્રથમ બેટિંગ કરી હતી અને 2માં પીછો કરતી ટીમો જીતી હતી.

ગયાનામાં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 146 રન છે, જ્યારે બીજી ઈનિંગમાં 3 ટીમો 80થી ઓછા રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ છે. આમાં ન્યૂઝીલેન્ડનો પણ સમાવેશ થાય છે, જેને અફઘાનિસ્તાન દ્વારા બીજી ઇનિંગમાં 75 રનના સ્કોર પર આઉટ કરી દેવામાં આવ્યું હતું. બીજી ઇનિંગમાં ખરાબ બેટિંગના કારણે ટુર્નામેન્ટમાં કુલ સરેરાશ સ્કોર માત્ર 112 રન છે.

ભારત માટે પ્રથમ બેટિંગ ફાયદાકારક

ટૂર્નામેન્ટની છેલ્લી કેટલીક મેચોથી સ્પષ્ટ છે કે ગયાનામાં પહેલા બેટિંગ કરવી ફાયદાકારક છે. એટલે કે આજે જે પણ ટીમ ટોસ જીતશે તે પહેલા બેટિંગ કરશે. તેથી આજની મહત્વની સેમીફાઈનલમાં ભારત મેચ જીતતા પહેલા ટોસ જીતે તે મહત્વનું છે. આ વખતે ભારતે પ્રથમ બેટિંગ કરીને ટૂર્નામેન્ટમાં તેની 67% મેચ જીતી છે. સુપર-8માં ભારતે પ્રથમ બેટિંગ કરીને ત્રણેય મેચ જીતી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વરસાદના લીધે જો ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સેમી ફાઇનલ ન રમાઈ તો શું થશે?

આ પણ વાંચો:T20 વર્લ્ડ કપ વચ્ચે આ ખેલાડી રમી છેલ્લી મેચ, હવે ઈન્ટરનેશનલ ક્રિકેટની જર્સીમાં નહીં જોવા મળે!

આ પણ વાંચો:ઓસ્ટ્રેલિયાની હાર બાદ આ ખેલાડીએ લીધો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ