Stock Market/ શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અંક તૂટ્યો, નિફ્ટી 200 થી વધુ પોઈન્ટ્સનાં ઘટાડા સાથે ખુલ્યુ

એશિયન બજારોમાં ઘટાડાને કારણે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો મુખ્ય સંવેદનશીલ ઇન્ડેક્સ સેન્સેક્સ સપ્તાહનાં છેલ્લા ટ્રેડિંગ સત્રમાં શુક્રવારે ભારતીય શેરબજારો ખુલતાની સાથે જ તૂટી ગયો હતો.

Business
શેર બજાર

એશિયન બજારોમાં ઘટાડાને કારણે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો મુખ્ય સંવેદનશીલ ઇન્ડેક્સ સેન્સેક્સ સપ્તાહનાં છેલ્લા ટ્રેડિંગ સત્રમાં શુક્રવારે ભારતીય શેરબજારો ખુલતાની સાથે જ તૂટ્યો હતો. વળી, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નાં નિફ્ટીમાં પણ 200 થી વધુ પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો.

આ પણ વાંચો – 26/11 mumbai attack / 26/11ની 13મી વરસી પર રાજકીય નેતાઓએ આપી શ્રદ્વાંજલિ,વિદેશ મંત્રી કહ્યું ક્યારે ભૂલીશું નહીં

શેરબજારમાં હોબાળો મચી ગયો છે. BSE સેન્સેક્સમાં 1300 પોઈન્ટનો ઘટાડો થયો છે જ્યારે NSE નિફ્ટી 17,000 ની નીચે સરકી ગયો છે. માર્કેટમાં ઘટાડાનું કારણ કોરોના વાયરસનાં નવા મ્યુટન્ટ્સને જણાવવામાં આવી રહ્યું છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 710.75 પોઈન્ટ એટલે કે 1.21 ટકાની નબળાઈ સાથે 58,084.34 પર ખુલ્યો હતો. વળી, નિફ્ટી પણ 236.25 પોઈન્ટ અથવા 1.35 ટકા ઘટીને 17,300.00ની સપાટીએ પહોંચ્યો હતો. જોકે, આ સમયે સેન્સેક્સ 820 પોઈન્ટથી વધુ ઘટીને 57,973 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. ભારતીય શેરબજારમાં સર્વાંગી ઘટાડાને કારણે સેન્સેક્સ-નિફ્ટીમાં લગભગ 1.50 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. વળી, બેંક નિફ્ટીમાં પણ 1.50 ટકાથી વધુનો ઘટાડો થયો છે. ફાર્મા શેરો સિવાય નિફ્ટીનાં તમામ ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ 1.76 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેંક 1.55 ટકા, નિફ્ટી પીએસયુ બેંક 1.54 ટકા, નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 1.21 ટકા, નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ 1.64 ટકા, નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 1.45 ટકાની નબળાઇ દેખાઇ રહી છે.

આ પણ વાંચો – બંધારણ દિવસ / PM મોદીએ બંધારણ દિવસની દેશવાસીઓને આપી શુભેચ્છા,નિ:સ્વાર્થ સેવક ન હોય તો બંધારણ કશું ન કરી શકે

ગુરુવારે શેરબજારોમાં જોરદાર તેજી જોવા મળી હતી અને BSE સેન્સેક્સ 454 પોઈન્ટનાં ઉછાળા સાથે બંધ થયો હતો. વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણ વચ્ચે, ઇન્ડેક્સમાં મજબૂત હિસ્સો ધરાવતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં તેજી સાથે બજારમાં ઉછાળો આવ્યો હતો. 30 શેરોવાળો સેન્સેક્સ 454.10 પોઈન્ટ અથવા 0.78 ટકા વધીને 58,795.09 પર બંધ થયો હતો. એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 121.20 પોઈન્ટ અથવા 0.70 ટકાનાં ઉછાળા સાથે 17,536.25 પર બંધ થયો હતો.