Stock Market/ શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે ભારે ઉતાર-ચડાવ,સેન્સેક્સ ૬૦,૦૦૦ની સપાટી ઓળંગ્યા બાદ પાછો ફર્યો

ઉલ્લેખનીય છે કે આજે સપ્તાહના અંતિમ ટ્રેડીંગ સેશનમાં સેન્સેક્સે ૬૦,૦૦૦ની સપાટી ઓળંગી હતી અને ઇન્ટ્રા-ડેમાં ૬૦૧૩૦.૧૮ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી અને ત્યારબાદ સેન્સેક્સ નીચે પટકાયો હતો

Business
Untitled 26 4 શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે ભારે ઉતાર-ચડાવ,સેન્સેક્સ ૬૦,૦૦૦ની સપાટી ઓળંગ્યા બાદ પાછો ફર્યો

   મહતવનું છે  કે   કાલે  શેર બજાર  બંધ  હોવાથી સપ્તાહના અંતિમ ટ્રેડીંગ સેશનમાં આજે શેરબજારમાં ભારે ઉતાર-ચડાવ જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી થોડીવાર ગ્રીન ઝોનમાં તો થોડીવાર રેડ ઝોનમાં ગરકાવ થઇ જતા હતાં. સેન્સેક્સ ૬૦,૦૦૦ની સપાટી ઓળંગ્યા બાદ પાછો ફર્યો હતો. દિવસ દરમિયાન ૭૦૦થી પોઇન્ટની અફરા-તફરી જોવા મળી હતી.

આ  પણ વાંચો:જરાત / સરકારી કચેરીઓમાં પણ વર્ક ફ્રોમની હોમની શરૂઆત

 ઉલ્લેખનીય છે કે આજે સપ્તાહના અંતિમ ટ્રેડીંગ સેશનમાં સેન્સેક્સે ૬૦,૦૦૦ની સપાટી ઓળંગી હતી અને ઇન્ટ્રા-ડેમાં ૬૦૧૩૦.૧૮ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી અને ત્યારબાદ સેન્સેક્સ નીચે પટકાયો હતો. ઇન્ટ્રા-ડેમાં બજાર ૫૯૪૦૧.૪૪ સુધી નીચો ગયો હતો. આજે બજારમાં ૭૨૯ પોઇન્ટની અફરાતફરી રહેવા પામી હતી. બીજી તરફ નિફ્ટીએ પણ આજે ૧૭૯૦૫ પોઇન્ટની સર્વોચ્ચ સપાટી હાંસલ કર્યા બાદ થોડો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી ઇન્ટ્રા-ડેમાં ૧૭૭૦૪.૫૫ સુધી નીચે પટકાઇ હતી અને ૧૯૯ પોઇન્ટ જેવી અફરાતફરી રહેવા પામી હતી.

આ પણ વાંચો:ગુજરાત / સ્કૂલોની વહીવટી કામગીરી ઓનલાઈન પણ શિક્ષણકાર્ય તો ઓફલાઇન, આ તે કેવો ન્યાય..?

બજારમાં સતત ઉતાર-ચડાવ જોવા મળતો હતો. થોડીવાર માટે સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં ગરકાવ થઇ જતા હતા તો ઉંચા મથાણે વેચવાલીનું દબાણ વધતાં બજાર રેડ ઝોનમાં પણ આવી જતું હતું.બૂલિયન બજારમાં આજે મંદીનો માહોલ રહેવા પામ્યો હતો. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય ‚પિયો ૧૭ પૈસા મજબૂત બન્યો હતો.