reliance industries limited/ LICએ મુકેશ અંબાણીના Jio Fin માં 6.66% હિસ્સો ખરીદ્યો

લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) એ મુકેશ અંબાણી સાથે મોટો સોદો કર્યો છે. LIC એ Jio Financial Services (JFSL) માં 6.66 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે

Top Stories Business
1 16 LICએ મુકેશ અંબાણીના Jio Fin માં 6.66% હિસ્સો ખરીદ્યો

દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) એ મુકેશ અંબાણી સાથે મોટો સોદો કર્યો છે. LIC એ Jio Financial Services (JFSL) માં 6.66 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC) એ જણાવ્યું કે તેને આ હિસ્સો ડિમર્જર પ્રક્રિયા દ્વારા મળ્યો છે. એલઆઈસીએ શેરબજારને આપેલી માહિતીમાં કહ્યું કે કંપનીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝથી અલગ થઈને જિયો ફાઈનાન્સિયલ સર્વિસિસમાં 6.66 ટકા શેરહોલ્ડિંગ મેળવ્યું છે.

વીમા દિગ્ગજને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી જિયો ફાઇનાન્શિયલના અલગ થવા (ડી-મર્જર)નો લાભ મળ્યો છે. એલઆઈસીને આ હિસ્સો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના આ ડી-મર્જર પહેલા 4.68 ટકાના ખર્ચની બરાબર કિંમતે મળ્યો છે. 30 જૂન, 2023 સુધીમાં, LIC પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 6.49 ટકા હિસ્સો હતો.મુકેશ અંબાણીએ Jio ફાઇનાન્શિયલ સર્વિસિસમાં હિસ્સો લેવાના સમાચારની અસર રૂ. 4.20 લાખ કરોડના માર્કેટ કેપવાળા LIC શેર પર પણ જોવા મળી હતી. કંપનીએ આ સોદાની જાહેરાત કર્યા બાદ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો સ્ટોક એક ટકાથી વધુ ચઢ્યો હતો. સમાચાર લખાય છે ત્યાં સુધી, બપોરે 2 વાગ્યે, એલઆઈસીનો શેર 1.74 ટકા (એલઆઈસી શેરમાં વધારો) સાથે રૂ. 663.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.  સવારે 9.15 વાગ્યે LICનો શેર 653.80 રૂપિયા પર ખૂલ્યો હતો અને 667 રૂપિયાની ઊંચી સપાટીએ ગયો હતો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, પ્રમોટર જૂથ એટલે કે અંબાણી પરિવાર કંપનીમાં 46 ટકા હિસ્સો ધરાવે છે અને LIC કંપનીના મુખ્ય હિસ્સેદારોમાંની એક છે. 20 જુલાઈના રોજ ડી-મર્જર પછી, Jio ફાયનાન્સિયલ સર્વિસિસ (નવું નામ) નું શેર મૂલ્ય 261.85 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યું હતું. નોંધપાત્ર રીતે, ડિમર્જર પછી, રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટનું નામ બદલીને Jio Financial કરવામાં આવ્યું છે. આ ડિમર્જર હેઠળ RILના એક શેર માટે Jio Financial નો 1 વધારાનો શેર આપવામાં આવ્યો છે.