Alert!/ સેનાનાં ઉત્તરી કમાન્ડ હેટક્વાર્ટરમાંથી સંવેદનશીલ ઓપરેશન ડેટા થયો લીક, 3 જવાનોની થઇ રહી છે શોધ

ભારતીય સેનાનાં ઉધમપુરનાં ઉત્તરી કમાન્ડ હેડક્વાર્ટરમાંથી સંવેદનશીલ ઓપરેશન ડેટા લીક કરવા બદલ તપાસ ચાલી રહી છે.

India

ભારતીય સેનાનાં ઉધમપુરનાં ઉત્તરી કમાન્ડ હેડક્વાર્ટરમાંથી સંવેદનશીલ ઓપરેશન ડેટા લીક કરવા બદલ તપાસ ચાલી રહી છે. તપાસમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ સાથે સંકળાયેલા ડ્રગ રેકેટનો પણ ઘટસ્ફોટ થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રારંભિક તપાસમાં કથિત રીતે 3 જવાન હોવાનું સામે આવી રહ્યુ છે.

Political / તામિલનાડુના રાજકારણમાં ભૂકંપ, ચૂંટણી પહેલા જ શશીકલાની રાજનીતિમાંથી સંન્યાસની જાહેરાત

મીડિયા અહેવાલો અનુસાર, જવાનોમાંથી એક જવાન ઉધમપુરમાં હતો અને હેડક્વાર્ટરમાં ઓપરેશન ડેટાની ઓક્સેસ હોવાના અહેવાલ છે. અન્ય બે જવાન અલગ બટાલિયન હતા. ત્રણેય જુદા જુદા સ્થળોએ તૈનાત હતા. પરંતુ તેઓ એકબીજાનાં સંપર્કમાં હતા. જાણવા મળ્યું છે કે કથિત રીતે બે જવાન ડ્રગનાં વ્યવસાયમાં સામેલ છે.

Pakistan / ઇમરાન ખાનને મોટો ઝટકો, પૂર્વ PM ગિલાનીના મંત્રીએ સેનેટ ચૂંટણીમાં PTI મંત્રીને હરાવ્યા

ગુપ્તચર એજન્સીઓ તપાસ કરી રહી છે. 16 કોર્પ્સનાં જનરલ ઓફિસર કમાન્ડિંગ બે મેજર જનરલ તેમજ તપાસ ટીમનાં સભ્યોની સાથે તપાસ ટીમનાં પ્રિસાઇડિંગ ઓફિસર છે. ગુપ્તચર એજન્સીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની લિંક્સ સાથે ડ્રગનાં વેપારની તપાસ દરમિયાન આ કેસમાં ઓપરેશનલ ડેટા લીક થયાનાં અહેવાલ મળ્યા છે. સંવેદનશીલ કામગીરીની માહિતીવાળી પેન ડ્રાઇવને એજન્સી દ્વારા એન્ક્રિપ્ટ કરવામાં આવી હતી. હવે સૈન્યને એલર્ટ કરી દેવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…