Ahmedabad News: ગુજરાત માનો પાછલા કેટલાક સમયથી નસીલા પદાર્થોનો હબ બન્યું છે. વિકાસની સાથે જાણે નસીલા પદાર્થોનો વ્યાપ પણ વધ્યો છે. ત્યારે ફરી એક વખત અમદાવાદના એરપોર્ટ પર સાત આરોપી સાથે ગાંજો ઝડપાવાની ઘટના સામે આવી છે. 7.05 કિલો ગાંજા સહિત પોલીસે 2.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ વિદેશથી ગાંજો લાવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, અમદાવાદના એરપોર્ટ પર ટર્મિનલ 2 બહાર સાત યાત્રિકો પાસથે 7 કિલોથી વધુ ગાંજો ઝડપાયો છે. જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે આરોપીઓમાંથી એક આરોપી વોન્ટેડ જણાયો છે. જ્યારે આ તમામ આરોપી વિદેશથી આ ગાંજો ગુજરાતમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ગાંજો લાવી કોને આપવા હતો કોણે મંગાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
અગાઉ પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓરિસ્સાથી આવી રહેલી ટ્રકમાંથી રૂ.65 લાખનો ગાંજો અને ડ્રગ્સ કબજે કર્યું છે. 7 આરોપીઓ કુલ 194.850 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા હતા, જેની કિંમત આશરે 43 લાખ રૂપિયા છે. આ સાત આરોપીઓમાંથી 2 આરોપી ઓરિસ્સાના ધરમપુરના છે. આ આરોપીઓ ત્યાંથી ગાંજો ખરીદીને અમદાવાદ મોકલતા હતા. આ ઉપરાંત અન્ય બે આરોપીઓ ડ્રાઈવર અને ક્લીનર તરીકે કામ કરતા હતા.
ઓડિશાથી આવી રહેલી ટ્રકમાંથી સૂકા ગાંજા અને પાવડરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ડ્રગ્સનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઓડિશાથી એક ટ્રકમાં કુલ 1100 કિલો ડ્રગ્સ આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ડ્રગ્સનો વધારાનો જથ્થો GIDC માં ઉતારવાનો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ ડ્રગ્સ ક્યાંથી ઉતારવામાં આવ્યું હતું તે અંગે તપાસ શરૂ કરી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગાંજાનો જંગી જથ્થો જપ્ત કર્યો છે. તેમજ ઓડિશામાંથી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 64,46,850ની અંદાજીત કિંમત સાથે કુલ 7 આરોપીઓ ઝડપાયા હતા. આ ટ્રક ઓડિશાથી અમદાવાદ લાવવામાં આવી રહી હતી. કુલ 194.850 ગ્રામ ગાંજા એક ખુલ્લા કન્ટેનરમાં લાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પરથી બે કેન્યાના નાગરિકો પાસેથી ઝડપાયું 60 કરોડનું ડ્રગ્સ,જાણો વિગત
આ પણ વાંચો:અમદાવાદમાં CID ક્રાઈમના દરોડા, 1.53 લાખનું ડ્રગ્સ ઝડપાયું, એકની ધરપકડ
આ પણ વાંચો:અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાંથી સાડા ત્રણ કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત
