પાટણ/ ભગવાન પદ્મનાભનો સપ્ત રાત્રી મેળો રદ્દ, દર્શન માટે મંદિર ખૂલ્લુ રહેશે

ભગવાન પદ્મનાભનો સપ્ત રાત્રિ મેળો આગામી કારતક સુદ ચૌદસથી શરૂ થાય છે જે આ વર્ષે પણ કોરોના ને લઈ રદ કરવામાં આવ્યો છે. જો કે સરકારની ગાઈડલાઈન મુજબ ભક્તો ભગવાનના દર્શનનો લાભ લઈ શકશે.

Gujarat Others
પદ્મનાભનો ભગવાન પદ્મનાથનો સપ્ત રાત્રી મેળો રદ્દ, દર્શન માટે મંદિર ખૂલ્લુ રહેશે

પાટણમાં ભગવાન પદ્મનાભનો સપ્ત રાત્રિ મેળો આગામી કારતક સુદ ચૌદસથી શરૂ થાય છે જે આ વર્ષે પણ કોરોના ને લઈ રદ કરવામાં આવ્યો છે. જો કે સરકારની ગાઈડલાઈન મુજબ ભક્તો ભગવાનના દર્શનનો લાભ લઈ શકશે.

પાટણમાં પ્રજાપતિ જ્ઞાતિમાં ભગવાન પદ્મનાભનો મોટો મહિમા છે. આ મેળો કારતક સુદ ચૌદસથી કારતક વદ પાંચમ સુધી સાત દિવસ યોજાય છે. મેળો રાતના સમયે ભરાય છે. જેમાં ભગવાનને ગોળ તથા તલની બનાવેલી રેવડી પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે. માટે જ આ મેળા ને રેવડીયા મેળા તરીકે પણ ઓળખાય છે. કોરોના ના કહેર ને જોતાં આ વર્ષે પણ આ મેળાને રદ્દ કરવામાં આવ્યો છે. જો કે ભક્તો કોરોના ગાઇડલાઇન મુજબ ભગવાનના દર્શન કરી શકશે.

પદ્મનાભનો ભગવાન પદ્મનાથનો સપ્ત રાત્રી મેળો રદ્દ, દર્શન માટે મંદિર ખૂલ્લુ રહેશે

મેળાના પ્રથમ દિવસે માનતા સ્વરૂપે ઘરેથી દીવા પ્રગટાવતા લોકો મંદિરે જાય છે. અને પ્રથમ દિવસે નવપરણિત દંપત્તિઓ પોતાના નિવાસસ્થાનેથી પદ્માનાથ વાડી સુધી સાત ફેરા ફરે છે. પાટણના અઢારે વર્ણના લોકો આ સપ્ત રાત્રી મેળાના જ્યોતના દિવ્ય દર્શન કરી પોતાની જાતને ભાગ્યશાળી માને છે.

જાફરાબાદ / બેંકો લોન ન આપે તો ધારાસભ્યો અને સાંસદોનો સંપર્ક કરવો : સી આર પાટીલ

દીવ / નાગવા બીચ પર દૂર્ઘટના, પેરાગ્લાઇડિંગ દરમિયાન તૂટ્યું દોરડું, દંપતી હવામાં ફંગોળાયું

જેતપુર / પ્રેમીયુગલ હિના-આશિષને પ્રેમ તો ન મળ્યો, પરંતુ કર્યું એવું કે જેલની હવા ખાવાનો વારો આવ્યો

National / ED અને CBI ડાયરેક્ટરનો કાર્યકાળ વધારાયો, કેન્દ્ર સરકારે બે વટહુકમ બહાર પાડ્યા