રાજયમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા અઠવાડીયાથી રોજના 100 કેસનો વધારો થતો જોવા મળી રહ્યો છે.ત્યારે કોરોના સામે રક્ષણ આપવા સરકાર દ્વારા વિવિધ શહેરોમાં કોરોના ટેસ્ટિંગ માટે ડોમ બનાવવામાં આવ્યા છે. જેમાં કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજ રોજ મહીસાગરની સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટિંગ અંગેની કીટ ખૂટી હોવાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત કોરોના ટેસ્ટ કરવા આવતા વ્યક્તિઓ કીટ ખૂટતા અટવાયા હતા.જેમાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓ પણ કીટ હોવાને લીધે લાંબી લાઇનમાં હાજર જોવા મળી રહ્યા હતા. આ ઉપરાંત ટેસ્ટમાં પોઝિટીવ આવેલા દર્દીઓ પણ કમ્પાઉન્ડમાં હાજર જોવા મળી રહ્યા હતા. સરકાર દ્વ્રારા કોરોનાની ગાઈડ લાઇનનો ભંગ થતો અહી જોવા મળ્યો છે.
આપને જણાવી દઈએ કે, આવતીકાલે બુધવારે રાજ્યમાં કોરોનાના કુલ 1790 કેસ નોંધાયા હતા. જેમાં 4 દર્દીઓના મોત થયા હતા. હાલ એક્ટિવ કેસોની સંખ્યા 8823 છે જ્યારે કુલ 79 દર્દી વેન્ટિલેટર પર છે.

