Not Set/ સ્પા સેન્ટરની આડમાં ચાલતા સેક્સ રેકેટનો ભાંડો ભુટ્યો, 10 છોકરાઓ અને 9 છોકરીઓની કરાઇ અટકાયત

દેશની રાજધાની દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં પોલીસે એક મોટી સફળતા મેળવતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં 19 લોકોની ધરપકડ કરી છે. જેમાં 10 છોકરાઓ અને 9 છોકરીઓ શામેલ છે. મળતી માહિતી મુજબ ઇન્દિરાપુરમ પોલીસ મથકે શનિવારે મોડી રાત્રે બાતમીદારોની બાતમીનાં આધારે આ વિસ્તારમાં 3 સ્પા સેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ […]

Top Stories India

દેશની રાજધાની દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં પોલીસે એક મોટી સફળતા મેળવતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં 19 લોકોની ધરપકડ કરી છે. જેમાં 10 છોકરાઓ અને 9 છોકરીઓ શામેલ છે.

મળતી માહિતી મુજબ ઇન્દિરાપુરમ પોલીસ મથકે શનિવારે મોડી રાત્રે બાતમીદારોની બાતમીનાં આધારે આ વિસ્તારમાં 3 સ્પા સેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં પોલીસે અલગ-અલગ સ્પા સેન્ટરોમાંથી 10 છોકરાઓ અને 9 છોકરીઓને રાત્રી દરમિયાન ધરપકડ કરી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા સ્પા સેન્ટરોની આડમાં સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યા છે.

પોલીસ કાર્યવાહીમાં સ્પા સેન્ટર પર દરોડા દરમિયાન અનેક મોબાઇલ ફોન અને દવાઓ પણ મળી આવી છે. તેમજ સ્પા સેન્ટરમાંથી એક રજીસ્ટર પણ મળી આવ્યું છે. જેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓનાં જણાવ્યા અનુસાર, મોડી રાત્રે અટકાયત કરાયેલા 10 છોકરાઓ અને 9 છોકરીઓની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી અને ત્રણેય સ્પા સેન્ટરોને સીલ કરી દેવામાં આવ્યા હતા. ધરપકડ કરાયેલા તમામ લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો