Bollywood/ શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન ડિજિટલ ડેબ્યુ કરશે ?

તેની ફિલ્મ થિયેટર્સમાં નહીં, પરંતુ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મ ઇન્ટરનૅશનલ કૉમિક આર્ચી રહેશે અને સુહાના એમાં લીડ રોલ ભજવવાની છે.

Entertainment
શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન કરણ જોહરના ધર્મા પ્રોડક્શનથી ઍક્ટિંગના ક્ષેત્રે પ્રવેશ કરી રહી હોવાની શક્યતા છે. એવું જાણવા મળ્યું છે કે ઝોયા અખ્તર તેને ડિરેક્ટ કરશે. ઘણા સમયથી સુહાનાની બૉલીવુડમાં એન્ટ્રીને લઈને અટકળો વહેતી રહી છે. જોકે તે ક્યારે અને કોની ફિલ્મ દ્વારા ફિલ્મોમાં આવશે એની કદી ચોક્કસ માહિતી નથી મળી શકી. હવે એવું જાણવા મળ્યું છે કે તેની ફિલ્મ થિયેટર્સમાં નહીં, પરંતુ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મ ઇન્ટરનૅશનલ કૉમિક આર્ચી રહેશે અને સુહાના એમાં લીડ રોલ ભજવવાની છે.

સ્ટાર કિડ્સને લૉન્ચ કરવા માટે કરણ જોહર જાણીતો છે. થોડા સમય અગાઉ જ સંજય કપૂરની દીકરી શનાયા કપૂરને કરણે સાઇન કરી છે. હવે શાહરુખ સાથે પોતાની ફ્રેન્ડશિપને અકબંધ રાખતાં તેણે સુહાનાને પણ સાઇન કરી હોય એવી માહિતી મળી છે. જોકે આ વાતમાં કેટલી સચ્ચાઈ છે એ તો સુહાના કાં તો કરણ જોહર જ જણાવી શકે.

ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન સોશિયલ મીડીયા પર એકટીવ રહે છે અને અવનવી તસવીરો મીડિયા પર શેર કરે છે. આવનાર સમયમાં તે ફિલ્મમાં પર્દપણ કરશે એ વાત તો નક્કી છે હવે વેઇટ અને વોચની સ્થિતિ છે.