મહિલા હોકી ટીમ/ ભારતીય મહિલા હોકી ટીમની હાર પર શાહરૂખ ખાને કર્યો હૃદયસ્પર્શી ટ્વીટ,સોશિયલ મીડિયા પર વાયરલ

ભારતીય મહિલા હોકી ટીમ ટોક્યો ઓલિમ્પિક 2020 દરમિયાન યોજાયેલી બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં હારી ગઈ હતી.

Sports
shahrukhan ભારતીય મહિલા હોકી ટીમની હાર પર શાહરૂખ ખાને કર્યો હૃદયસ્પર્શી ટ્વીટ,સોશિયલ મીડિયા પર વાયરલ

ભારતીય મહિલા હોકી ટીમ ટોક્યો ઓલિમ્પિક 2020 દરમિયાન યોજાયેલી બ્રોન્ઝ મેડલ માટે હોકી મેચમાં હારી ગઈ હતી. ભારતીય મહિલા હોકી ટીમને ગ્રેટ બ્રિટનએ 4-3 ના સ્કોરથી હરાવ્યું. જે બાદ મહિલા ટીમના સભ્યો મેદાનમાં જ રડ્યા હતા. જે બાદ હવે દરેક ટીમને પ્રોત્સાહિત કરવામાં વ્યસ્ત છે. બોલિવૂડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાને ભારતીય મહિલા હોકી ટીમના સભ્યો માટે એક હૃદયસ્પર્શી ટ્વીટ કરી છે.શાહરુખ ખાને પણ ભૂતકાળમાં ભારતીય મહિલા હોકી ટીમને સેમીફાઇનલમાં પહોંચવા બદલ અભિનંદન આપ્યા હતા. જે બાદ હવે સેમીફાઇનલ મેચ હાર્યા બાદ શાહરૂખ ફરી એક વખત ટીમને પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા હતા. તેણે ટીમની હારને જીતનો ટેગ પણ આપ્યો છે. શાહરુખે ભારતીય મહિલા હોકી ટીમને દરેક માટે પ્રેરણા ગણાવી છે.

શાહરૂખ ખાને પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા ટ્વીટ કર્યું છે. આ ટ્વિટમાં શાહરુખ ખાને લખ્યું, ‘દિલ તૂટી ગયું છે પણ તમે અમારા માથા ઉંચા રાખવાના કારણો આપ્યા છે. ભારતીય મહિલા હોકી ટીમ ખૂબ જ સારી રીતે રમી છે. તમે ભારતમાં દરેકને પ્રેરણા આપી છે. તે પોતાનામાં જ  એક વિજય છે. શાહરુખ ખાનનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટ પર અન્ય સોશિયલ મીડિયા યુઝર્સ પણ શાહરુખની વાતને સમર્થન આપી રહ્યા છે.

શાહરૂખ ખાન પહેલાથી જ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમ પર નજર રાખી રહ્યો હતો. શાહરુખ કાને વર્ષ 2007 માં ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં શાહરૂખે ભારતીય મહિલા હોકી ટીમના કોચની ભૂમિકા ભજવી હતી.