World Cup 2023/ વર્લ્ડ કપ વિજેતા ટીમ પર થશે પૈસાનો વરસાદ, ICCએ જાહેર કરી WORLD CUP માટે પ્રાઇઝ મની

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટે પુરસ્કારોની જાહેરાત કરી છે. તમામ ટીમોને કેટલાક રોકડ ઈનામો આપવામાં આવશે

Top Stories Sports
8 19 વર્લ્ડ કપ વિજેતા ટીમ પર થશે પૈસાનો વરસાદ, ICCએ જાહેર કરી WORLD CUP માટે પ્રાઇઝ મની

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટે પુરસ્કારોની જાહેરાત કરી છે. તમામ ટીમોને કેટલાક રોકડ ઈનામો આપવામાં આવશે, વિજેતા ટીમના તમામ ખેલાડીઓ કરોડપતિ બની જશે. ગ્રુપ સ્ટેજની મેચો જીતનાર ટીમોને રોકડ ઈનામો પણ આપવામાં આવશે.ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ICC ODI ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં જે ટીમ જીતશે તે માલામાલ થઇ જશે. ICC વિજેતા ટીમ પર પૈસાનો વરસાદ કરશે. આ શ્રેણીમાં, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ શુક્રવારે કહ્યું કે આગામી ODI વર્લ્ડ કપના વિજેતાને 40 લાખ ડૉલર (લગભગ 33.17 કરોડ રૂપિયા)નું ઇનામ મળશે જ્યારે રનર અપને 20 લાખ ડૉલરનું  (લગભગ રૂ. 16.58 કરોડ)ઇનામ મળશે.

ઉલ્લેખનીય છે કે આઈસીસીએ આવતા મહિને શરૂ થતા વર્લ્ડ કપ 2023માં રમાનારી તમામ 48 મેચો માટે ઈનામી રકમ અને પ્રોત્સાહન રકમની જાહેરાત કરી છે. સેમિફાઇનલમાં હારનો સામનો કરી રહેલી બંને ટીમોને આઠ લાખ ડોલર (લગભગ 6.63 કરોડ રૂપિયા)ની સમાન રકમ મળશે. જે ટીમો નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચવામાં નિષ્ફળ જશે તેમને એક લાખ ડોલર (આશરે રૂ. 82 લાખ) મળશે. ગ્રુપ સ્ટેજની મેચોના વિજેતાને $40,000 (અંદાજે રૂ. 33.17 લાખ) નું ઇનામ મળશે.

ICC આ ટૂર્નામેન્ટ દરમિયાન વિજેતા ટીમો માટે ઈનામો પર એક કરોડ ડોલર (લગભગ રૂ. 82.93 કરોડ) ખર્ચ કરશે. ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાએ ટૂર્નામેન્ટને ખેલાડીઓ અને ચાહકો બંને માટે વધુ સ્પર્ધાત્મક અને મનોરંજક બનાવવા માટે આ નિર્ણય લીધો છે. વર્લ્ડ કપ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન યોજાશે. જેમાં 45 લીગ મેચો અને ત્રણ નોકઆઉટ મેચો રમાશે. આ મેન્સ વનડે 13મું વર્લ્ડકપ છે.

ઇનામી રકમ 

વર્લ્ડ ચેમ્પિયનઃ 40 લાખ ડોલર (આશરે રૂ. 33.17 કરોડ)

રનર-અપઃ $20 લાખ (આશરે રૂ. 16.58 કરોડ)

સેમિફાઇનલમાં હારેલી બે ટીમોઃ $8-8 લાખ (અંદાજે રૂ. 6.63 કરોડ)

સુપર ફોરમાં ન પહોંચી શકી 6 ટીમઃ એક લાખ ડોલર (આશરે રૂ. 82 લાખ)

ગ્રુપ સ્ટેજ મેચની વિજેતા ટીમઃ $40,000 (અંદાજે રૂ. 33.17 લાખ)