Beauty Tips/ ઘરે બેઠા બ્લેક અને વ્હાઈટ હેડ્સ દૂર કરો, અપનાવો આ Tips

બ્લૅક અને વાઇટ હેડ્સની સમસ્યાથી મોટાભાગના લોકો પરેશાન હોય છે. તેનાથી છુટકારો મેળવવા માટે પાર્લર અને બ્યુટી પ્રોડક્ટ પર હજારો રૂપિયાનો ખર્ચો કરી દેતાં હોય છે. પરંતુ હકીકતમાં ઘરગથ્થુ ઉપાયોથી જ તેને આસાનીથી દૂર કરી શકાય છે.

Fashion & Beauty Lifestyle
Untitled 60 ઘરે બેઠા બ્લેક અને વ્હાઈટ હેડ્સ દૂર કરો, અપનાવો આ Tips

આજના પ્રદૂષણના માહોલમાં દરેક વ્યક્તિ ત્વચાની સમસ્યાથી પીડાઈ રહી છે. ચહેરાને ચમકદાર અને હેલ્ધી બનાવવા માટે યુવતીઓ અને મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ અમુક સમસ્યાનું સમાધાન ઘરગથ્થુ ઉપાયોથી પણ થઇ જતું હોય છે. જેમ કે બ્લૅક અને વાઇટ હેડ્સની સમસ્યાથી મોટાભાગના લોકો પરેશાન હોય છે. તેનાથી છુટકારો મેળવવા માટે પાર્લર અને બ્યુટી પ્રોડક્ટ પર હજારો રૂપિયાનો ખર્ચો કરી દેતાં હોય છે. પરંતુ હકીકતમાં ઘરગથ્થુ ઉપાયોથી જ તેને આસાનીથી દૂર કરી શકાય છે.

 

ખાંડ:

ઘરમાં સરળતાથી ઉપલબ્ધ ખાંડના ઉપયોગથી તમે બ્લેકહેડ્સ દૂર કરી શકો છો એક ચમચી ખાંડમાં નમક ઉમેરી મિક્સ કરી લો. 15 મિનિટ સુધી હળવા હાથે નાક પર મસાજ કરો. પછી ભીના કોટનની મદદથી તેને સાફ કરી લો.Untitled 53 ઘરે બેઠા બ્લેક અને વ્હાઈટ હેડ્સ દૂર કરો, અપનાવો આ Tips

 

 

લીંબુ :

 

ચહેરાના દાગ-ધબ્બા દૂર કરવા માટે લીંબુ સૌથી કારગર ઉપાય છે. બ્લેક હેડ્સ હટાવવામાં પણ લીંબુ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. લીંબુના રસથી બ્લેકહેડ્સ સરળતાથી નીકળી જાય છે. તજને હળદર અને લીંબુના રસ સાથે મેળવીને બ્લેકહેડ્સ પર લગાવવાથી તેનાથી છુટકારો મળી શકે છે.

Untitled 54 ઘરે બેઠા બ્લેક અને વ્હાઈટ હેડ્સ દૂર કરો, અપનાવો આ Tips

 

હળદર :

 

બ્લેક હેડ્સ હટાવવા માટે હળદર અને નાળિયેર તેલનો ઉપયોગ કરવો. હળદર અને નાળિયેર તેલ બંને ને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને તેને બ્લેકહેડ્સ વાળી જગ્યાએ લગાવો. 15 મિનિટ સુધી રાખીને હૂંફાળા પાણીથી ધોઈ લો.

Untitled 56 ઘરે બેઠા બ્લેક અને વ્હાઈટ હેડ્સ દૂર કરો, અપનાવો આ Tips

તજ : 

 

તજ પણ બ્લેકહેડ્સ દૂર કરવા માટે ખૂબ ઉપયોગી છે. તજને હળદર અને લીંબુના રસ સાથે મેળવીને લગાવવાથી થોડા જ સમયમાં તેનો ફાયદો જોવા મળશે.

Untitled 57 ઘરે બેઠા બ્લેક અને વ્હાઈટ હેડ્સ દૂર કરો, અપનાવો આ Tips

 

બેકીંગ સોડા : 

એક ચમચી બેકિંગ સોડામાં થોડું ગુલાબજળ મેળવીને તેની પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને બ્લેક હેડ્સવાળા ભાગ પર લગાવો. થોડીવાર રાખો. સુકાઈ ગયા પછી હળવા હાથેથી તેને સાફ કરી લો.

Untitled 58 ઘરે બેઠા બ્લેક અને વ્હાઈટ હેડ્સ દૂર કરો, અપનાવો આ Tips

મધ અને ખાંડ : 

મધ અને ખાંડ મેળવીને બનાવવામાં આવતી પેસ્ટ કુદરતી સ્ક્રબની જેમ કામ કરે છે. આ પેસ્ટને બ્લેકહેડ્સ વાળી જગ્યા પર લગાવો અને આંગળીઓથી તેને બે મિનિટ સુધી ઘસો. થોડા મિનિટ રાખીને ચહેરાને ધોઇ લેવો.

Untitled 59 ઘરે બેઠા બ્લેક અને વ્હાઈટ હેડ્સ દૂર કરો, અપનાવો આ Tips