શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ કેસમાં મોટી રાહત મળી છે, બોમ્બે હાઈકોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો કે જામીનની આ શરત નાબૂદ કરીએ છીએ.નોંધનીય છે કે આર્યન ખાને કોર્ટમાં અરજી કરી હતી કે શુક્રવારે હાજર રહેવાની શરત રદ કરવામાં આવે,કોર્ટે તેમની અરજીને ધ્યાનમાં રાખીને આદેશ આપ્યો હતો અને આ શરતને રદ કરી હતી પરતું ઉલ્લેખ કર્યો હતો કે જ્યારે પણ SIT સમન્સ મોકલશે ત્યારે હાજર રહેવું પડશે,જ્યારે આર્યન ખાન મુંબઇ છોડીને જવા માંગતો હશે ત્યારે તેણે તપાસ અધિકારીઓને જાણ કરવી પડશે.
આર્યનને દર શુક્રવારે સવારે 11 થી 2 વાગ્યાની વચ્ચે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ઓફિસમાં હાજર થવું પડતું હતું, આ તેના જામીન પર લખેલી 14 શરતોમાંથી એક હતી. તેણે બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. કોર્ટે કહ્યું છે કે જ્યારે પણ આ કેસની તપાસ કરી રહેલી દિલ્હી SIT આર્યન ખાનને સમન્સ મોકલશે ત્યારે તેણે પૂછપરછ માટે હાજર થવું પડશે
એનસીબીના વકીલ શ્રીરામ શિરસાટે કોર્ટને જણાવ્યું કે એજન્સીને સુધારા સામે કોઈ વાંધો નથી,અરજદારને જો બોલાવવામાં આવે તો મુંબઈ અથવા દિલ્હીમાં NCBની SIT સમક્ષ હાજર થવું પડશે.
ઉલ્લેખનીય છે કે આર્યન ખાનને NCB દ્વારા 03 ઓક્ટોબરના રોજ મુંબઈના દરિયાકાંઠે ક્રુઝ શિપ પર દરોડા પાડ્યા પછી માદક પદાર્થો રાખવા, સેવન અને વેચાણ અથવા ખરીદીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં હાઈકોર્ટ દ્વારા તેને જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ તેના પર 14 શરતો પણ લાદવામાં આવી હતી.
