સ્પષ્ટતા/ શાહીન આફ્રિદીએ કર્યો મોટો ખુલાસો, બિમારીનો ખર્ચ પોતે જ ઉઠાવી રહ્યો છે, PCB પર લોકો ભડક્યા

પાકિસ્તાન ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સતત ચર્ચામાં છે. એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકાના હાથે કારમી હારને કારણે પાકિસ્તાની ટીમ દરેકના નિશાના પર છે

Top Stories Sports
6 25 શાહીન આફ્રિદીએ કર્યો મોટો ખુલાસો, બિમારીનો ખર્ચ પોતે જ ઉઠાવી રહ્યો છે, PCB પર લોકો ભડક્યા

પાકિસ્તાન ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સતત ચર્ચામાં છે. એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકાના હાથે કારમી હારને કારણે પાકિસ્તાની ટીમ દરેકના નિશાના પર છે. જયારે T20 વર્લ્ડ કપ માટે ટીમની પસંદગીના મુદ્દાઓને કારણે પાકિસ્તાની બોર્ડની ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ બધાની વચ્ચે સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ એક એવો ખુલાસો કર્યો થયો છે, જેના કારણે સમગ્ર ક્રિકેટ જગતમાં પીસીબી ચર્ચાનો મુદ્દો બની જશે.

શ્રેષ્ઠ ડાબોડી ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીની ગણતરી વર્તમાન યુગના ટોચના બોલરોમાં થાય છે. તે પાકિસ્તાની બોલિંગની કરોડરજ્જુ છે. આવી સ્થિતિમાં, દેખીતી રીતે જ તેને T20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાની ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. તે આ પહેલા એશિયા કપ માટે પણ પાકિસ્તાન ટીમનો ભાગ હતો, પરંતુ જુલાઈમાં ઈજાને કારણે તે આ ટૂર્નામેન્ટમાં રમી શક્યો ન હતો.

PCB પોતાની ક્રિકેટ ટીમની આટલી મોટી ઓળખ અને ટીમના જીવને થયેલી ઈજા પ્રત્યે તેના ઢીલા વલણને કારણે પહેલાથી જ દરેકની ટીકાનો સામનો કરી રહ્યું છે. હવે પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર અને શાહીન આફ્રિદીના સસરા શાહિદ આફ્રિદીએ એક સ્ફોટક ખુલાસો કર્યો છે કે લંડનમાં સારવાર લઈ રહેલો શાહીન પોતે જ તમામ ખર્ચ ઉઠાવી રહ્યો છે. શાહિદે એક પાકિસ્તાની ચેનલ સાથે વાતચીત દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો.