Not Set/ ફિલ્મ પઠાનના ક્રુ મેમ્બરને થયો કોરોના, શાહરૂખ ખાને પોતાને કર્યા ક્વોરૅન્ટી

બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર કોરોના વાયરસ કાળો કેર બનીને વરસી રહ્યો છે. એક તરફ ફિલ્મ્સની રિલીઝની તારીખો સતત મુલતવી રાખવામાં આવી છે,

Entertainment
A 165 ફિલ્મ પઠાનના ક્રુ મેમ્બરને થયો કોરોના, શાહરૂખ ખાને પોતાને કર્યા ક્વોરૅન્ટી

બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર કોરોના વાયરસ કાળો કેર બનીને વરસી રહ્યો છે. એક તરફ ફિલ્મ્સની રિલીઝની તારીખો સતત મુલતવી રાખવામાં આવી છે, તો બીજી બાજુ, જે ફિલ્મોનું શૂટિંગ ચાલી રહ્યું હતું, તે પણ સ્થિર જોવા મળી રહ્યું છે. પિંકવિલાએ પોતાના તાજેતરના અહેવાલમાં ખુલાસો કર્યો છે કે કોરોનાએ શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘પઠાણ’ ના સેટ પર હુમલો કર્યો છે, ત્યારબાદ આ શાહરૂખ ખાને પોતાને ક્વોરૅન્ટીનમાં છે.

અહેવાલ અનુસાર, ફિલ્મ ‘પઠાણ’ ના સેટ પર ક્રૂ મેમ્બરનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે, જેના પછી યશ રાજ બેનરે ફિલ્મનું શૂટિંગ બંધ કરી દીધું છે અને શાહરૂખ ખાને પોતાને ક્વોરૅન્ટીન કરી દીધો છે. શાહરૂખ ખાનને કોરોના ટેસ્ટ કરાવ્યો છે કે નહીં? તે હજી જાણવા મળ્યું નથી. ‘પઠાણ’ અંગેના સમાચાર અંગે યશરાજ બેનર દ્વારા કોઈ ખુલાસો જારી કરવામાં આવ્યો નથી.

Instagram will load in the frontend.

આ પણ વાંચો :કોરોનાના લીધે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર મંદીનો છાયો યથાવત

કોરોના વાયરસને કારણે ફિલ્મ ‘પઠાણ’ ના સેટનો નિર્માણ થોડા દિવસો પહેલા બંધ થઈ કરવામાં આવ્યું. મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં અચાનક ઉછાળો આવ્યો છે, જેના પછી નિર્માતાઓએ ફિલ્મ સિટીમાં બનેલા ‘પઠાણ’ નાં સેટનું નિર્માણ બંધ કરી દીધું.

નિર્માતાઓ થોડા દિવસો પહેલા દુબઈ ગયા હતા ફિલ્મ ‘પઠાણ’ના શૂટિંગ માટે. ત્યાંનું શિડ્યુલ પૂરો કર્યા પછી, નિર્માતાઓ ફરીથી મુંબઇ શિફ્ટ થયા. યશરાજ બેનર દ્વારા મુંબઈના ફિલ્મ સિટીમાં જ ‘પઠાણ’નો સેટ બનાવ્યો હતો, જ્યાં શાહરૂખ ખાન શૂટિંગ કરી રહ્યો હતો.

शाहरुख खान ने दुबई में 'पठान' के सेट पर किया दमदार स्टंट, वीडियो देख फैंस  के उड़े होश | Shahrukh Khan from the set of Pathan video leaked from dubai  - शाहरुख

આ પણ વાંચો :ક્રિષ્ણા શ્રોફે હોટ તસવીરો શેર કરી સોશિયલ મીડિયામાં લગાવી આગ, પિતા સાથે પૂલમાં જોવા મળી

આપને જણાવી દઈએ કે, દેશમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તમામ માર્ગદર્શિકાઓનું પાલન કર્યા પછી પણ, બોલીવુડના કલાકારો પોતાને આ વાયરસની પકડથી બચાવી શકતા નથી. અક્ષય કુમાર, આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, આમિર ખાન, વિકી કૌશલ, ભૂમિ પેડનેકર જેવા કલાકારો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે.

આ પણ વાંચો :દિવંગત અભિનેતા ઈરફાન ખાનનો પુત્ર બાબિલ ખાન પણ હવે ફિલ્મમાં કરશે ડેબ્યુ, અનુષ્કા શર્મા કરશે લોન્ચ, વિડીયો રીલીઝ

આ પણ વાંચો :લૈલા હો લૈલા… ગીત બનાવવા માટે ફિરોઝ ખાન સામે આનંદજીએ કર્યું હતું આવું, ઇન્ડિયન આઇડલના સેટ પર કર્યો ખુલાસો