arrested by NCB/ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ, રેવ પાર્ટીમાં હતો સામેલ

મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રુઝશીપમાં શનિવારે રાત્રે NCB દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન શાહરૂખ ખાન આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી છે.

Top Stories India

મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રુઝશીપમાં શનિવારે રાત્રે NCB દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન શાહરૂખ ખાન આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી છે. NCB એ આર્યન ખાનની ક્રુઝમાં પણ પૂછપરછ કરી હતી. દરેક તથ્યોને ધ્યાનમાં રાખી NCB એ આર્યન ખાનની ધરપકડ કરી છે.

આર્યન ખાન સાથે થયેલી વાતચીતમાં આર્યને જણાવ્યું હતું કે, તેઓ પાર્ટીમાં ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા. આર્યને પાર્ટીમાં સામેલ થવા અંગે પણ કોઈ રૂપિયા લીધા ન હતા. તેમણે દાવો કર્યો છે કે, પાર્ટીના આયોજકો દ્વારા તેમના નામનો ખોટો ઉપયોગ કરીને લોકોને પાર્ટીમાં બોલાવ્યા હતા. આ મામલે NCB એ આર્યનના ફોનને જપ્ત કર્યો છે અને તેમની ચેટ અંગે પણ પૂછપરછ કરવામાં આવશે.

નોંધનીય છે કે, આર્યન ખાનની લેન્સની ડબ્બીમાંથી પણ ડ્રગ્સ મળી આવ્યું છે. NCB ને તપાસ દરમિયાન ક્રુઝમાંથી 30 ગ્રામ ચરસ, 20 ગ્રામ કોકેન, 25 ગ્રામ MDMA ડ્રગ્સની ટેબલેટ્સ તથા 10 ગ્રામ MD મળ્યું છે.

આર્યન ખાન ઉપરાંત સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે 1. મુનમુન ધમેચા 2. નુપૂર સારિકા 3. ઈસમીત સિંહ 4. મોહક જસવાલ 5. વિક્રાંત છોકર 6. ગોમિત ચોપરા 7. અરબાઝ મર્ચન્ટ

શાહરુખ ખાને દીકરાને બચાવવા માટે 2 વકીલો NCBની ઓફિસ મોકલ્યા છે. હાલમાં બંને વકીલો ઓફિસમાં છે.

સુનીલ શેટ્ટીએ ડ્રગ્સ પાર્ટી કેસ પર નિવેદન આપ્યું છે. એક્ટરે કહ્યું હતું કે જ્યારે પણ દરોડા પડે છે ત્યારે અનેક લોકોને કસ્ટડીમાં લેવામાં આવે છે. આપણે પહેલેથી જ એવું માનીને ચાલીએ છીએ કે કોઈ પણ બાળકે ડ્રગ્સ લીધું જ હશે. હજી તપાસ ચાલુ છે. તે બાળકને થોડો સમય તો આપો.

દિલ્હી હેડ ક્વાર્ટરથી આ આખા કેસ પર નજર રાખવામાં આવી રહી છે. NCBના અધિકારીએ કહ્યું હતું કે આ કેસમાં કાયદાકીય તપાસ ચાલુ છે અને આ કેસમાં જે પણ જોડાયેલા છે, તે તમામ વિરુદ્ધ ફરિયાદ થશે.