મધ્યપ્રદેશમાં ટ્રેન દુર્ઘટનાના એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગ્વાલિયરમાં શનિવારે એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. પેસેન્જર ટ્રેનમાંથી ધુમાડો નીકળતો જોઈ તેઓ તરત જ નીચે ઉતર્યા હતા. માહિતી મળતા રેલવેની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આ ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
ટ્રેન નંબર 19666 ઉદયપુર શહેરથી ઉપડે છે અને ખજુરાહો પહોંચે છે. આ ટ્રેન ઉદયપુરથી રાત્રે 10.15 વાગ્યે ઉપડે છે અને બીજા દિવસે સાંજે 6.50 વાગ્યે ખજુરાહો પહોંચે છે. મધ્યપ્રદેશમાં ઉદયપુર ખજુરાહો એક્સપ્રેસ ટ્રેન (19666)ના એન્જિનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. એન્જિનમાંથી ધુમાડો નીકળતો જોઈને ગ્વાલિયરના સિથૌલી રેલવે સ્ટેશન પર ટ્રેનને રોકી દેવામાં આવી હતી. ટ્રેનમાં આગ લાગવાની જાણ થતાં મુસાફરો ડરી ગયા હતા. ટ્રેન ઉભી થતા જ લોકો નીચે ઉતરી ગયા હતા. આ પછી મોટર પાયલોટે નજીકના સ્ટેશન માસ્ટરને આ વિશે જાણ કરી. પ્રશાસન અને ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. હવે એન્જિન બદલવાનું કામ ચાલી રહ્યું છે.
#WATCH ट्रेन के इंजन में आग लगने की सूचना के बाद उदयपुर सिटी-खजुराहो ट्रेन को मध्य प्रदेश के ग्वालियर के सिथोली रेलवे स्टेशन पर रोक दिया गया।
अधिक जानकारी की प्रतीक्षा है। pic.twitter.com/niIYU6OvuM
— ANI_HindiNews (@AHindinews) August 19, 2023
VIDEO | A fire broke out in the engine of Khajuraho Udaipur intercity train near Gwalior. More details are awaited. pic.twitter.com/BkvDVmZOYq
— Press Trust of India (@PTI_News) August 19, 2023
અકસ્માતના કારણે આ રૂટ પર આવતી ટ્રેનોને ઘટના પહેલા જ અટકાવી દેવામાં આવી હતી. આ અંગે CPRO (NCR) હિમાંશુ શેખર ઉપાધ્યાયનું કહેવું છે કે સિથૌલી નજીક ટ્રેન નંબર 19666 ઉદયપુર-ખજુરાહો એક્સપ્રેસના એન્જિનમાં ધુમાડો જોવા મળ્યો હતો. તરત જ ટ્રેનને રોકી દેવામાં આવી અને OHE (ઓવર હેડ ઇક્વિપમેન્ટ-કેન્ટીલીવર)ને રોકી દેવામાં આવી. ધુમાડો કાબુમાં આવી ગયો છે. ટૂંક સમયમાં અન્ય એન્જિન લગાવીને ટ્રેનને ગંતવ્ય સ્થાન તરફ રવાના કરવામાં આવશે. ઘટનાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:સી. આર. પાટિલની અધ્યક્ષતામાં મળી ભાજપની બેઠક, કરાઈ આ મહત્વની ચર્ચાઓ
આ પણ વાંચો:મુકુલ વાસનિક બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રભારી
આ પણ વાંચો:સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ,પરિણીતાને સાસરિયા પર લગાવ્યા ગંભીર આક્ષેપો
આ પણ વાંચો:શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો જમાવડો
