Not Set/ શાહરૂખે કહ્યુ- મારી પત્નિ હિન્દુ, હુ મુસલમાન અને મારા બાળકો હિન્દુસ્તાની

બોલિવૂડનાં બાદશાહ શાહરૂખ ખાને પોતાના અંગત જીવનને લઇને એક મોટો ખુલાસો કર્યો છે. શાહરૂખ ખાન ડાંસ રિયાલિટી શો ડાંસ પ્લસમાં પહોચ્યા હતા. જ્યા શાહરૂખે જે કહ્યુ તે સાંભળી તેના ફેન પણ ચોંકી ગયા હતા. આ સમય દરમિયાન, તેણે ઘણા ઘટસ્ફોટ કર્યા, તેમણે પોતાના અને તેમના ધર્મ વિશે કહ્યું, “અમે કોઈ હિન્દુ-મુસ્લિમ વિશે વાત જ નથી […]

Uncategorized
શાહરૂખે કહ્યુ- મારી પત્નિ હિન્દુ, હુ મુસલમાન અને મારા બાળકો હિન્દુસ્તાની

બોલિવૂડનાં બાદશાહ શાહરૂખ ખાને પોતાના અંગત જીવનને લઇને એક મોટો ખુલાસો કર્યો છે. શાહરૂખ ખાન ડાંસ રિયાલિટી શો ડાંસ પ્લસમાં પહોચ્યા હતા. જ્યા શાહરૂખે જે કહ્યુ તે સાંભળી તેના ફેન પણ ચોંકી ગયા હતા.

આ સમય દરમિયાન, તેણે ઘણા ઘટસ્ફોટ કર્યા, તેમણે પોતાના અને તેમના ધર્મ વિશે કહ્યું, “અમે કોઈ હિન્દુ-મુસ્લિમ વિશે વાત જ નથી કરી, મારી પત્ની હિન્દુ છે, હું મુસ્લિમ છું, અને મારા બાળકો હિન્દુસ્તાની છે.” આ સાંભળીને ત્યાં હાજર તમામ લોકોએ તાળીઓ વગાડી હતી.

શાહરૂખે તેમના બાળકોના શાળાએ જતા હોવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જ્યારે તે શાળાએ ગયા ત્યારે તેણે શાળામાં ફોર્મ ભરવાનું હતું કે ધર્મ શું છે? તેણે જણાવ્યું કે, “જ્યારે મારી પુત્રી નાની હતી, ત્યારે તેણીએ આવીને મને પૂછ્યું, પાપા આપણે કયા ધર્મનાં છીએ? તેથી મેં તેમાં લખ્યું હતું કે, આપણે ભારતીય છીએ, કોઈ ધર્મ નથી અને તે ન હોવુ જોઈએ.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.