Not Set/ બંગાળમાં શાહની મમતાને લલકાર, દીદીમાં હિમ્મત હોય તો કરે મારી ધરપકડ

પશ્ચિમ બંગાળનાં જય નગરમાં ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીને લલકારતા કહ્યુ, હુ આજે પશ્ચિમ બંગાળમાં 3 જગ્યાએ ચુંટણી રેલીઓ કરીશ, જો મમતા દીદીમાં દમ હોય તો મને રોકીને બતાવે. તેમણે વધુમાં કહ્યુ કે, જો આપણે બંગાળનું ગૌરવ પાછુ લાવવુ છે તો આપણે તૃણમૂલ કોંગ્રેસ સરકારને હતાવવી પડશે, જે દેશમાં આવતા […]

Top Stories India Politics
746452 amit shah 3 બંગાળમાં શાહની મમતાને લલકાર, દીદીમાં હિમ્મત હોય તો કરે મારી ધરપકડ

પશ્ચિમ બંગાળનાં જય નગરમાં ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીને લલકારતા કહ્યુ, હુ આજે પશ્ચિમ બંગાળમાં 3 જગ્યાએ ચુંટણી રેલીઓ કરીશ, જો મમતા દીદીમાં દમ હોય તો મને રોકીને બતાવે. તેમણે વધુમાં કહ્યુ કે, જો આપણે બંગાળનું ગૌરવ પાછુ લાવવુ છે તો આપણે તૃણમૂલ કોંગ્રેસ સરકારને હતાવવી પડશે, જે દેશમાં આવતા ઘૂસણખોરો શરણાગતિ આપી રહ્યા છે.

Amit Shah twitter બંગાળમાં શાહની મમતાને લલકાર, દીદીમાં હિમ્મત હોય તો કરે મારી ધરપકડ

અમીત શાહે મમતા બેનર્જીનાં ભત્રીજા અભિષેક પર આકરા પ્રહારો કરતા કહ્યુ કે, બંગાળમાં સિંડિકેટ ટેક્સને ભત્રીજા ટેક્સમાં બદલી દેવામાં આવ્યુ છે. અગાઉ, બીજેપીએ પશ્ચિમ બંગાળની સરકાર પર પક્ષનાં અધ્યક્ષ અમિત શાહને જાધવપુરમાં રેલીને મંજૂરી ન આપવા બદલ આરોપ મૂક્યો હતો કે, ચૂંટણી પંચને નિશાનો બનાવવાનાં તૃણમૂલ કૉંગ્રેસનાં કથિત અલોકતાંત્રિક પદ્ધતિઓનું તે એક માત્ર મૂક દર્શક બની ગયુ છે.

આ પહેલા સોમવારે સવારે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ અધ્યક્ષ અમીત શાહનાં હેલિકોપ્ટરને પશ્ચિમ બંગાળનાં જાધવમાં ઉતારવાની મનાઇ કરી હતી. તેટલુ જ નહી મમતા બંનર્જીએ તેમને જાધવપુરમાં રેલીની પણ પરવાનગી આપી નહોતી. જો કે આ પહેલી વખત નથી કે ભાજપ અને મમતા બેનર્જી વચ્ચે ટક્કર દેખાઇ રહી હોય.