Interesting/ શાકિબે અપાવી બાળપણની યાદ! વરસાદનાં પાણીથી ભરાયેલા કવર પર લગાવી છલાંગ

ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને મેદાનની વચ્ચે એવી મજા પડી કે તેણે કવરની ઉપર ભરેલા પાણી પર દોડીને કૂદકો માર્યો અને દરેક ક્રિકેટ પ્રેમીને તેના બાળપણનાં દિવસો યાદ કરાવ્યા.

Sports
શાકિબ અલ હસન

પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ઢાકામાં રમાઈ રહેલી બીજી અને અંતિમ ટેસ્ટ મેચનાં બીજા દિવસે પણ વરસાદને કારણે પ્રભાવિત થઇ હતી. વરસાદનાં કારણે બીજા દિવસે માત્ર 6.2 ઓવર જ રમાઈ શકી હતી.

આ પણ વાંચો – IND Vs NZ / ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મોટી જીત બાદ WTC માં જાણો કયા સ્થાને છે Team India?

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ પોતાના પ્રથમ દિવસનાં સ્કોરમાં કોઈપણ નુકસાન વિના માત્ર 27 રન જ ઉમેરી શકી હતી. આ દરમિયાન અઝહર અલીએ તેની ટેસ્ટ કારકિર્દીની 34મી અડધી સદી પૂરી કરી હતી. અઝહર અલી 52 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો છે. વરસાદનાં કારણે શેર-એ-બાંગ્લા સ્ટેડિયમનું મેદાન દિવસભર કવરથી ઢંકાયેલું રહ્યું હતું. કવર પાણીથી ભરેલા હતા અને આઉટફિલ્ડ પણ ભીનું હતું. આવી સ્થિતિમાં બાંગ્લાદેશનાં પૂર્વ કેપ્ટન અને વાપસી કરનાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને મેદાનની વચ્ચે એવી મજા પડી કે તેણે કવરની ઉપર ભરેલા પાણી પર દોડીને કૂદકો માર્યો અને દરેક ક્રિકેટ પ્રેમીને તેના બાળપણનાં દિવસો યાદ કરાવ્યા. કોમેન્ટેટર સિકંદર બખ્તે એક વીડિયો અપલોડ કર્યો જેમાં શાકિબ અલ હસન આગળ ડાઇવ લગાવતા કરતા પહેલા ઉત્સાહપૂર્વક દોડતો અને જમીન પર મૂકેલા ભીના કવર પર એક લાંબો રસ્તો કવર કરે છે.

કવર પર પાણી ભરેલું જોઈને શાકિબ ઘણો સમય દોડ્યો અને ડાઇવ મારીને પાણીમાં લપસી ગયો. શાકિબે પોતાની આ હરકતથી બધાનાં દિલ જીતી લીધા હતા. પાણીમાં ડૂબકી લગાવીને લપસી જતા તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને હેડલાઈન્સ બની રહ્યો છે. શાકિબનો આ વીડિયો જોઈને તમે પણ તમારા બાળપણની યાદોમાં ખોવાઈ જશો.