Gujarat/ ગુજરાત સરકાર પર 12.20 અબજના ભ્રષ્ટાચારનો શક્તિસિંહ ગોહિલનો આરોપ

સુપ્રીમ કોર્ટના સીટીંગ જજ પાસે સમગ્ર પ્રકરણ ન્યાયિક તપાસની માંગ

Top Stories Gujarat
Beginners guide to 2024 06 16T161048.657 ગુજરાત સરકાર પર 12.20 અબજના ભ્રષ્ટાચારનો શક્તિસિંહ ગોહિલનો આરોપ

Gujarat News ; ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે  રાજ્યની જીઆઇડીસીએ ભાજપના મળતીયાઓ સાથે મળી અબજોનો ભ્રષ્ટ્રાચાર કર્યાનો આક્ષેપ કર્યો છે. તેમણે ગુજરાત સરકારના બે પરિપત્રો દર્શાવી કહ્યુ કે, ગુજરાતમાં જીઆઈડીસીના નિયમ પ્રમાણે  ઉદ્યોગકારોને નક્કી કરેલા બેઠા ભાવે જમીન આપવામાં આવતી હતી. જ્યારે ૯૦ ટકા પ્લોટનુ વિતરણ થાય ત્યારે જીઆઇડીસીને સંતૃપ્ત એટલેકે સેચ્યુરેટેડ ઝોન જાહેર કરવામાં આવ છે.

બાકીના ૧૦ ટકા પ્લોટ જંત્રીના ૨૦ ટકા ઉમેરી જાહેર હરાજીથી વેચી શકાય. ચાઇનમાં કેમીકલ ઝોન બંધ થતાં પરિપત્ર કરી દહેજ અને સાયખા જીઆઇડીસીમાં ૨૮૪૫ રૂપિયા પ્રતિ વારે ૨૦૦૦ વાર થી ૧૦૦૦૦ વારના પ્લોટ માટે અરજીઓ મંગાવી, અનેક માત્રામાં અરીજીઓ આવતાં સરકારે ૨૭ જુલાઈ ૨૦૨૪એ પરિપત્ર કરીને સાયખા અને દહેજ જીઆઈસીલને સેચ્યુરેટેડ જાહેર કરી છે. જેનાથી જુની અરજી કરનારા ઉદ્યોગપતીઓને વધારે રૂપિયા આપી  પ્લોટ ખરીદવાનો ડર લાગ્યો. આ સમયનો ભાજપના મળતીયાઓ અને અધિકારીઓએ લાભ લઇ જરૂરિયાત વાળા ઉદ્યોગકારો સાથે વાટાઘાટો અને વહિવટ કરી ભ્રષ્ચાચાર કર્યો.

ગોહિલે વધુ આક્ષેપો કરતા કહ્યું કે, પ્રથમ તબક્કામાં પાંચ લાખ ૨૫ હજાર ચોરસ મીટર જમીન આપવાની થાય જેનાથી સરકારની તીજોરીને ૩ અબજ પચાસ કરોડ અને બીજા તબક્કામાં ૨૦ લાખ ચોરસ મીટર જમીનથી સરકારને ૧૨ અબજ ૨૦ કરોડનું નુકસાન થયું. આ કૌભાંડમાં શક્તિસિંહ ગોહિલે સુપ્રીમ કોર્ટના સીટીંગ જજ પાસે સમગ્ર પ્રકરણ ન્યાયિક તપાસની માંગ કરી છે.

તે સિવાય તેમણે ઈડીના અધિકારીઓને જીઆઈડીસી ઓફીસ ખાતે મોકલી જવાબદાર સામે મની લોન્ડરીંગનો કેસ દાખલ કરવામાં આવે તેમણે માંગણી કરી છે કે, છ મહિનામાં સેચ્યુરેટ ઝોનમાંથી અન સેચ્યુરેટેડ ઝોનનુ કાવતરુ કરનાર સામે ગુનો દાખલ કરવામાં આવે. સ્પ્રેક્ટ્રમ એલોટમેન્ટ કેસમાં સ્પષ્ટ આદેશ હોવા છતાં જીઆઈડીસીએ વગર હરાજીની અરજીઓ કેમ મંગાવી. ઈડી સીબીઆઇ અને ઈન્કમટેક્ષ દ્વારા સંયુક્ત તપાસ કરવામાં આવે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલમાંથી યુવકની નીચે છલાંગ, કારણ જાણવા પોલીસ કરશે તપાસ

આ પણ વાંચો: અમદાવાદમાં ઠગોએ સોનાની લૂંટ આદરી

આ પણ વાંચો:અમદાવાદમાં ફરી એકવાર દાસના ખમણમાં જીવાત નીકળતા ચકચાર