Not Set/ કોંગ્રેસના આ મોટા નેતાએ બાપુની ‘જન્મજયંતિ’ને ‘પુણ્યતિથિ’ ગણાવી, બાદમાં ભૂલ સુધારી

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિના ઉત્સવને દેશ-વિદેશમાં ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. ગાંધીજી ઉપરાંત આજે ‘જય જવાન જય કિસાન’નો નારો આપનારા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો પણ જન્મ દિવસ છે. ત્યારે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે પૂ. બાપુના જન્મદિવસને બદલે પુણ્યતિથિ ગણાવીને શ્રધાંજલિ પાઠવી હતી.પરંતુ તેમને પોતાની ભૂલ જણાતા તેમણે પાછળથી સુધારી […]

Top Stories Gujarat
mantavya 57 કોંગ્રેસના આ મોટા નેતાએ બાપુની 'જન્મજયંતિ'ને 'પુણ્યતિથિ' ગણાવી, બાદમાં ભૂલ સુધારી

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિના ઉત્સવને દેશ-વિદેશમાં ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. ગાંધીજી ઉપરાંત આજે ‘જય જવાન જય કિસાન’નો નારો આપનારા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો પણ જન્મ દિવસ છે. ત્યારે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે પૂ. બાપુના જન્મદિવસને બદલે પુણ્યતિથિ ગણાવીને શ્રધાંજલિ પાઠવી હતી.પરંતુ તેમને પોતાની ભૂલ જણાતા તેમણે પાછળથી સુધારી લીધી હતી.

mantavya 57 કોંગ્રેસના આ મોટા નેતાએ બાપુની 'જન્મજયંતિ'ને 'પુણ્યતિથિ' ગણાવી, બાદમાં ભૂલ સુધારી

શક્તિસિંહ ગોહિલે ટ્વીટર પર ટ્વીટ કરીને મહાત્મા ગાંધીજીને જન્યજયંતીની જગ્યાએ પૂણ્યતિથીનું ટ્વિટ કરીને શ્રદ્ધાજંલિ આપી હતી. પરંતુ થોડીક વાર પછી  શક્તિસિંહ ગોહિલને પોતાની ભૂલ સમજાતા તેમણે ‘મહાત્મા ગાંધીજીની 150મી જન્મતિથી પર શત શત નમન’ લખીને પોતાની ભૂલ સુધારી દીધી હતી.

તો બીજી ભાજપના સોશિયલ મીડિયા સેલના કન્વીનરની અજ્ઞાનતા સામે આવી હતી. કન્વીનર પંકજ શુક્લાએ લાલબહાદુર શાસ્રીની જન્મજયંતીની જગ્યાએ પૂણ્યતિથીનું ટ્વિટ કરીને શ્રદ્ધાજંલિ આપી છે.

mantavya 45 કોંગ્રેસના આ મોટા નેતાએ બાપુની 'જન્મજયંતિ'ને 'પુણ્યતિથિ' ગણાવી, બાદમાં ભૂલ સુધારી