Gandhinagar News/ શક્તિસિંહ ગોહિલનું નિવેદન: ‘સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ નમ્ર, પરિણામ નિરાશાજનક નથી’

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, 2018 ની ચૂંટણી સાથે તુલના કરતાં આ પરિણામો કોંગ્રેસ માટે નિરાશાજનક નથી.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News : ગુજરાત રાજ્યના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, 2018 ની ચૂંટણી સાથે તુલના કરતાં આ પરિણામો નિરાશાજનક નથી. તેમણે જણાવ્યું કે, ઘણા નગરપાલિકાઓમાં તેમની સીટોમાં વૃદ્ધિ થઇ છે, જે એક પ્રોત્સાહક સંકેત છે.

ગોહિલે 2018ની ચૂંટણીનું ઉલ્લેખ કરતા કહ્યું કે, આજે, 2018 ની તુલનામાં, નગરપાલિકાઓમાં કેટલીક નવી સીટો મળેલી છે. તેમણે જૂનાગઢના લોકોનો આભાર માન્યો, જ્યાં 2018 માં 60માંથી 11 કોર્પોરેટરો હતા અને આજે તે વધુ મજબૂત બન્યા છે. “હર પણ જીતમાં, તમામ ઉમેદવારોને અભિનંદન,” એમ તેમણે કહ્યું.  અલગ અલગ વિસ્તારની વાત કરતાં, ગોહિલે જણાવ્યુ કે ધાનેરાની ચૂંટણીના પરિણામે તેમણે દુઃખ અનુભવ્યું છે, પરંતુ અન્ય વિસ્તારોમાં સારા પરિણામો જોવા મળ્યા છે. બાવળામાં કોંગ્રેસ અને ભાજપે સરખા સીટો જીતી છે.

“ગુજરાતીઓએ જે પ્રતિસાદ આપ્યો, તે માટે આભાર,” એમ તેઓએ કહ્યું. તેઓએ ભાજપના ‘હથકંડા’ અને ‘ધાક-ધમકી’નો પણ જોરદાર વિરોધ કર્યો, પરંતુ તેમ છતાં કોંગ્રેસના ઉમેદવારો આગળ વધવા માટે કટિબદ્ધ રહ્યા.  તેમણે ઉમેર્યું કે, “અમે અમારા સંગઠનને મજબૂત બનાવવાનું ચાલુ રાખશું અને લોકો સુધી પહોંચીશું. જે ખામીઓ રહી છે, તેને સ્વીકારતા, અમે વધુ મહેનત કરીશું.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચૂંટણી પરિણામ બાદ BSP અને BJP ના કાર્યકરો વચ્ચે અથડામણ

આ પણ વાંચો: નવસારીના બીલીમોરામાં ચૂંટણીના પરીણામ બાદ બબાલ

આ પણ વાંચો: નગરપાલિકા ચૂંટણી પરિણામમાં ફક્ત એક વોટથી વિજય, સમર્થકોમાં ખુશીની લહેર