Ahmedabad News : અમદાવાદમાં પણ દહેજનું દુષણ વધ્યું હોવાનું એક કિસ્સા પરથી લાગે છે. જેમાં એક પત્નીએ તેની પત્નીના ન્યૂડ ફોટોગ્રાફ વેચવા કાઢ્યા હતા. એટલું જ નહી અન્ય પુરૂષો પાસે પત્નીને સહશયન માટે પણ મોકલતો હતો. બોડકદેવમાં દહેજભૂખ્યા એક પતિનો અશ્લિલ કાંડ સામે આવ્યો છે. પતિએ પત્નીની મર્યાદા તાર તાર કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. બોડકદેવમાં રહેતી એક પરિણીતાએ પોલીસમાં ફરિયાદ લખાવીને વિકૃત પતિની પોલ ખોલી નાખી છે. પત્નીને ફરિયાદને આધારે બોડકદેવ પોલીસે 6 લોકો સામે કેસ દાખલ કર્યો છે.પત્નીએ ફરિયાદમાં કહ્યું કે પતિ તેની પાસે 60 લાખનું દહેજ માગતો હતો અને તેથી માનસિક ત્રાસ આપતો હતો.
દહેજ ન મળતાં તે પશુતા પર ઉતરી ગયો હતો. તેણે મારા ન્યૂડ ફોટા અને વીડિયો પાડ્યાં હતા તથા પૈસા માટે તેને ઈન્ટરનેટ પર વેચ્યાં હતા અને આ રીતે હેરાન કરતો હતો.પત્નીનો એવો પણ આરોપ છે કે પતિ તેને પરપુરુષો સાથે સંબંધ બાંધવા દબાણનું કરતો હતો પરંતુ આ કામ તેને પસંદ નહોતું. તે ઉપરાંત દવાઓ આપીને તેનો ગર્ભપાત પણ કરાવી નાખ્યો હતો.દહેજભૂખ્યા આ પતિએ પત્નીની નોકરી પણ છોડાવી દીધી હતી તેને કોઈ પણ ભોગે પત્ની પાસેથી 60 લાખનું દહેજ જોઈતું હતું અને તેને માટે તેણે આવો કાંડ કર્યો હતો. બોડકદેવ પોલીસે પતિ સહિત 6 લોકો સામે ફરિયાદ દાખલ કરીને તપાસ શરુ કરી છે.
સોલામાં પણ પતિએ જ પત્નીના અશ્લીલ ફોટો અને ધમકીભર્યા મેસેજ સાસરિયાઓને કરી બદનામી ભર્યું કામ કર્યું હતું. આરોપી પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી તેની પત્ની પિયરમાં રહેતી હતી. એક મહિલાના ગાંધીનગરન યુવાન સાથે લગ્ન થયાં હતા પરંતુ લગ્ન પછી પતિ બીજી મહિલા સાથે સંબધમાં આવ્યો પરિણામે પત્ની રિસાઈને પિયર જતી રહી અને આ દરમિયાન તેના મોબાઈલમાંથી પત્નીના અશ્લિલ વીડિયો-ફોટા મળી આવ્યાં હતા.ઉલ્લેખનીય છે કે 14 ઓગસ્ટ 2023ના દિવસે રાજકોટમાં પણ સાસરિયાનો એક અશ્લિલ કાંડ સામે આવ્યો હતો જેમાં પતિ અને સસરાએ વહુના અશ્લિલ ફોટા અને વીડિયો ઉતાર્યા હતા પછી તેને ઓનલાઈન વેચવા મૂક્યાં હતા. આ પરિવાર શ્રીમંત હતો પરંતુ પૈસાનો લાલચી હતો.
આ સમગ્ર મામલો રાજકોટનાં ભક્તિનગરમાં રહેવાવાળા એક પરિવાર સાથે સંકળાયેલો છે. ત્યારે સુખી સંપન્ન પરિવારમાં સસરાએ પુત્રવધુની અંગત પળોનાં વીડિયો બનાવીને વેબસાઈટ પર તેની હરાજી કરવાની શરૂ કરી હતી. આરોપી પતિ, સસરા તેમજ સાસુ સામે એક વિશેષ વેબસાઈટ પર લાઈલ સેક્સ કરવા માટે પરણીતાને મજબૂર કરવામાં આવતી હતી. આ વેબસાઈટ પર લાઈવ સેક્સ દેખાડવા માટે ટોકન મળતા હતા. પુત્રવધૂની ફરિયાદ પર પોલીસ એફઆઈઆર નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદ અને ગાંધીનગરમાં સ્પોર્ટ્સ બાઈકોની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બે શખ્સ ઝડપાયા
આ પણ વાંચો: અમદાવાદમાં પંખા અને મોબાઇલની ચોરી કરનારા ઘરફોડ ચોરોને પોલીસે પકડ્યા
આ પણ વાંચો: અમદાવાદમાં ઝવેરીની દુકાનમાંથી 14 લાખ રૂપિયાના ઝવેરાતની ચોરી
