PARTY/ બેશરમોની પાર્ટી – કયા નેતાની પાર્ટીમાં આવ્યા હજારો લોકો?

એક તરફ કોરોના ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે એ માટે સરકાર તરફથી આકરા પગલા ભરવામાં આવી રહ્યાં છે. ત્યારે બીજી તરફ ભાજપના જ નેતાઓ દ્વારા જાણે કે આ પ્રકારની ગાઈડલાઇન

Gujarat Others
dharmpur બેશરમોની પાર્ટી - કયા નેતાની પાર્ટીમાં આવ્યા હજારો લોકો?

એક તરફ કોરોના ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે એ માટે સરકાર તરફથી આકરા પગલા ભરવામાં આવી રહ્યાં છે. ત્યારે બીજી તરફ ભાજપના જ નેતાઓ દ્વારા જાણે કે આ પ્રકારની ગાઈડલાઇન તેમના માટે ન હોય તેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. આવો જે એક વીડિયો વલસાડના ધરમપુરના ભાજપના પ્રમુખનો કોવિડના નિયમોનો ભંગ કરતો વીડિયો સોશ્યિલ મીડિયામાં ફરતો થયો છે..

બેશરમોની પાર્ટી

  • ફરી એક વખત કોરોનાની ગાઈડલાઈનનો ભંગ
  • ભાજપના નેતા દ્વારા ગાઈડલાઈનનો ભંગ
  • ભાજપના નેતાઓ વારંવાર કરી રહ્યાં છે પાર્ટીઓ
  • લોકોને એકઠા કરવા પર પ્રતિબંધ છતાં લોકોને કરે છે એકઠા
  • પાર્ટીમાં જાણે કોરોનાથી સંક્રમિત નહિં થવાય તેવો નેતાઓનો રુઆબ
  • નાગરિકો સામે લેવાય છે પગલા પણ ભાજપના નેતા સામે નહિં
  • રોજ ભાજપના નેતા બિન્દાસ્ત પાર્ટીઓ કરે છે

કોરોનાના કાળમાં સરકાર દ્વારા અનેક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેમાં સોશ્યિલ ડિસ્ટન્સ અને માસ્ક અંગેની ગાઈડલાઈન મહત્તવની છે. સરકાર અને પોલીસ સામાન્ય નાગરિકો પાસે આ ગાઈડલાઈનનું પાલન બહુ કડકાઈથી કરાવે છે પરંતુ ભાજપના નેતાઓને આ ગાઈડલાઈન સાથે કોઈ લેવા દેવા ન હોય તેવું લાગે છે .વલસાડ જિલ્લાના ધરમપુરના ભાજપ પ્રમુખ કેતન વાઢુની ડીજે પાર્ટીમાં લોકો વીડિયો ફરતો થયો છે. આ પાર્ટીમાં એક સાથે નાચી રહ્યાં છે. જ્યાં સોશ્યિલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતાં દેખાય છે અને લોકોએ માસ્ક નહીં પણ પહેર્યું નથી. વીડિયો વાયરલ થયાં બાદ પોલીસ દ્વારા આ ઘટનામાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે 10 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે..જેમાં અરવિંદ બુધિયાભાઈ વાઢુ, કેતન અરવિંદભાઈ વાઢુ, વિપુલ ધીરુભાઈ વાઢુ, મુકેશ ભીખુભાઈ વાઢુ, વિરલ ગુણવંત મૈસુરિયા, રાજેશ મગનભાઈ પટેલ, સચિન મહેશભાઈ પટેલ, ચેતન અશોકભાઈ રાઠોડ, સાગર, પપ્પુ રાજુભાઈ મકવાણા સામે ગુનો નોંધવામાં આવ્યો છે…

સળગતા સવાલ

  • કોની મંજૂરીથી આટલી મોટી ભીડ એકઠી થઇ?
  • કેમ બે ગજની દૂરીનું નથી કરાયું પાલન?
  • માસ્ક અને સો.ડિસ્ટન્સનાં નિયમો નેવે મુકાયા?
  • કોરોના સંક્રમણ ફેલાશે તો જવાબદાર કોણ?
  • કેમ તંત્ર દ્વારા ભીડ અટકાવવા નથી લેવાતા પગલા?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોવિડના નિયમોનું પાલન કરવા માટે અનેક સંદેશા આપે છે પરંતુ ભાજપના નેતાઓ વારંવાર કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરી રહ્યાં છે સામન્ય નાગરિકો જો કોવિડના નિયમોનો ભંગ કરે તો તેમની સામે કકડ પગલા લેવામાં આવે છે ત્યારે ભાજપના નેતા સામે પગલા લેવામાં આવશે તે જોવાનું રહ્યું…

જુઓ આ સંપૂર્ણ વીડિયો અહેવાલ –  બેશરમોની પાર્ટી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…