Dharma & Bhakti/ એક સાથે 3 ગ્રહોની વક્રી ચાલ…બદલાઈ જશે 4 રાશિઓનું ભાગ્ય! નોકરી-વ્યવસાયમાં સર્જાશે ભયંકર સમસ્યા…

આ ત્રણેય ગ્રહોની એક સાથે વક્રી અવસ્થા (Shani Rahu Ketu Vakri 2026) કેટલીક રાશિઓ માટે સમસ્યા અને પડકારો ઊભા કરી શકે છે…

Trending Religious Rashifal Dharma & Bhakti
Shani Rahu Ketu Vakri 2026...આ ત્રણેય ગ્રહો વક્રી થવાથી સર્જાશે 4 રાશિઓ માટે problems!

Dharm & Bhakti: છાયા ગ્રહ રાહુ અને કેતુ પોતાની સ્વાભાવિક ગતિ અનુસાર સદાની જેમ વક્રી અવસ્થામાં જ છે જ્યારે કર્મફળ દાતા શનિ દેવ પણ વક્રી (Shani Rahu Ketu Vakri 2026) અવસ્થામાં ગોચર કરી રહ્યાં છે. આ ત્રણેય ગ્રહોની એક સાથે વક્રી અવસ્થા કેટલીક રાશિઓ માટે સમસ્યા અને પડકારો ઊભા કરી શકે છે.

જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં કેવળ ગ્રહોની ચાલ જ નહિં પરંતુ એમની વિશેષ પરિસ્થિતિઓ પણ આપણા જીવનને અત્યંત પ્રભાવી રીતે અસર કરે છે. આ સમયે એક મહત્વપૂર્ણ ખગોળીય સંયોગ રચાયેલો છે જ્યાં છાયા ગ્રહ રાહુ અને કેતુ પોતાની સ્વાભાવિક ગતિ અનુસાર સદાની જેમ વક્રી અવસ્થામાં જ છે જ્યારે કર્મફળ દાતા શનિ દેવ (Shani Grah) પણ વક્રી અવસ્થામાં ગોચર કરી રહ્યાં છે. આ ત્રણેય ગ્રહોનું એક સાથે વક્રી અવસ્થા કેટલીક રાશિઓ માટે સમસ્યા અને પડકારો ઊભા કરી શકે છે. આ સંજોગોમાં આ રાશિ (Zodiac Signs)ના જાતકોને નોકરી અને વ્યવસાયના ક્ષેત્રે વિશેષ સાવધાનીથી વર્તવાની સલાહ આપવામાં આવે છે. તો ચાલો જાણીએ કે આ કઈ-કઈ રાશિઓ છે?

Shani Rahu Ketu Vakri 2026 

આ ત્રણેય ગ્રહોનું એક સાથે વક્રી અવસ્થા કેટલીક રાશિઓ માટે સમસ્યા અને પડકારો ઊભા કરી શકે છે.

વૃષભ રાશિ (Taurus)-આર્થિક બાબતોમાં ઉતાર-ચડાવ
વૃષભ રાશિ (Taurus)-આર્થિક બાબતોમાં ઉતાર-ચડાવ

વૃષભ રાશિ (Taurus)

વૃષભ રાશિના જાતકોને આર્થિક અને વ્યાપારિક બાબતોમાં ઉતાર-ચડાવ જોવા મળી શકે છે. ઉતાવળમાં રોકાણ કરવાથી બચવું નહિં તો નુકસાન થઈ શકે છે. બિઝનેસ સાથે સંકળાયેલા કોઈ પણ નિર્ણયને ઘણો સંજી વિચારીને લેવો. કાર્યક્ષેત્રે પડકારોનો સામનો કરવો પડી શકે છે એટલે ધૈર્ય જાળવી રાખવું હિતાવહ રહેશે. આ ગાળામાં ગુસ્સા પર નિયંત્રણ રાખવું. 11 ડિસેમ્બરે (11 December 2026) શનિ માર્ગી થશે ત્યારે કંઇક રાહત મળશે.

મિથુન રાશિ (Gemini)- કેરિયર મામલે સાવધાન
મિથુન રાશિ (Gemini)- કેરિયર મામલે સાવધાન

મિથુન રાશિ (Gemini)

મિથુન રાશિના જાતકોએ કેરિયરના મામલે વિશેષ સાવધાની રાખવાની રહેશે. નોકરી અને વ્યવસાયમાં કોઈ મોટું સંકટ આવી શકે છે. કાર્યક્ષેત્રે કોઈ સાથે લડાઈ-ઝગડા કરવાથી બચવું. વેપારમાં મનોવાંચ્છિત પ્રગતિ કરવા માટે ખૂબ જ મહેનત કરવાની જરુર પડશે. અંગત સંબંધોમાં ગેરસમજણનો શિકાર બની શકો છો.

કન્યા રાશિ (Virgo)- અંગત વ્યક્તિથી દગાની સંભાવના
કન્યા રાશિ (Virgo)- અંગત વ્યક્તિથી દગાની સંભાવના

કન્યા રાશિ (Virgo)

કન્યા રાશિના જાતકોએ ધન સંબંધિત બાબતોમાં ખાસ સાવધાની રાખવાની રહેશે. પૈસા સમજી-વિચારીને ખર્ચ કરવા. બિઝનેસમાં કોઈ પણ મોટો નિર્ણય કોઈની સલાહ વિના ન લેવો. પ્રેમ સંબંધોમાં ઉતાર-ચડાવનો સામનો કરવો પડી શકે છે. કોઈ અંગત વ્યક્તિથી દગો મળવાની સંભાવના છે.

તુલા રાશિ (Libra)-11 ડિસેમ્બર સુધીનો સમય પડકારજનક
તુલા રાશિ (Libra)-11 ડિસેમ્બર સુધીનો સમય પડકારજનક

તુલા રાશિ (Libra)

તુલા રાશિના જાતકો માટે 11 ડિસેમ્બર સુધીનો સમય પડકારજનક હોઈ શકે છે. આ અવધિમાં કાર્ય સંબંધી કોઈ પણ નિર્ણય ઉતાવળે ન લેવા. રોકાણ કરવાથી બચવું. લાંબા અંતરની યાત્રાઓ ઘણો ખર્ચ કરાવી શકે છે. અને વળી એનાથી લાભ મળવાની સંભાવના પણ ઓછી દેખાઈ રહી છે. આ અવધિમાં ધૈર્ય અને શાંતિ સાથે કામ કરવું એ જ તમારા માટે ઉત્તમ સાબિત થશે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: દેવ ઉઠી અથવા પ્રબોધિની એકાદશી ક્યારે છે….20 કે 21 નવેમ્બરે? આ દિવસે કરો આ 5 અચૂક ઉપાયો…સુખ-સૌભાગ્યમાં વૃદ્ધિ!

આ પણ વાંચો:

આ પણ વાંચો: ગાયને અવશ્ય ખવડાવો આ 5 વસ્તુઓ…ગોપાષ્ટમીએ ગુરુ ચાંડાળ યોગનું થશે નિવારણ….ગુરુ ગ્રહના ઉપાય!