Movie Masala/ જ્હોન અબ્રાહમની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પઠાણ’ નું શૂટિંગ શરૂ, સેટ પરથી ફોટો વાયરલ

શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પઠાણ’ નું શૂટિંગ ઝડપથી ચાલી રહ્યું છે. હવે સમાચાર આવ્યા છે કે બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમ પણ એપ્રિલનાં પહેલા અઠવાડિયામાં તેના ભાગનું શૂટિંગ પૂર્ણ કરશે.

Entertainment
1 149 જ્હોન અબ્રાહમની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પઠાણ' નું શૂટિંગ શરૂ, સેટ પરથી ફોટો વાયરલ

શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પઠાણ’ નું શૂટિંગ ઝડપથી ચાલી રહ્યું છે. હવે સમાચાર આવ્યા છે કે બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમ પણ એપ્રિલનાં પહેલા અઠવાડિયામાં તેના ભાગનું શૂટિંગ પૂર્ણ કરશે. સેટ પરથી જોહ્નની તસવીર જોયા બાદ જ્હોનનાં ચાહકો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. જ્હોનની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

1 148 જ્હોન અબ્રાહમની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પઠાણ' નું શૂટિંગ શરૂ, સેટ પરથી ફોટો વાયરલ

Bollywood / શાહરૂખ ખાનની દીકરી સુહાનાએ કરી લેટેસ્ટ તસવીરો ડિલીટ, આ હોય શકે છે કારણ 

અભિનેતા જ્હોન અબ્રાહમે પાછલા વર્ષથી ચર્ચામાં રહેલી ફિલ્મ પઠાણનું શૂટિંગ શરૂ કરી દીધું છે. એ અલગ વાત છે કે તે આજ સુધી ફિલ્મમાં તેની હાજરી અંગે મૌન રહ્યો છે. ફિલ્મનાં સેટ પરથી જ્હોનની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ ફિલ્મમાં જ્હોન વિલનની ભૂમિકામાં જોવા મળશે. શાહરૂખ અને જ્હોન બંને વચ્ચે જબરદસ્ત ફાઇટ સીન ફિલ્માવવામાં આવશે. સોશિયલ મીડિયામાં પઠાણનાં સેટ પરથી વાયરલ તસવીરમાં જ્હોનની સાથે દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ જોવા મળે છે. આ અંગે એક પ્રશંસકે લખ્યું, આતુરતાથી જ્હોન અને શાહરૂખની લડત જોવાની રાહ જોઈ રહ્યો છુ. શાહરૂખ અને જ્હોન આ ફિલ્મ દ્વારા પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. જે તેમના ફેન્સ માટે પણ એક અલગ અને નવો અનુભવ રહેશે.

Instagram will load in the frontend.

બોલિવૂડ / દુનિયાને વધારે ક્રિટિક્સ નથી જોઈતા, સોશિયલ મીડિયામાં નકારાત્મકતા ફેલાવનારા પર અનુષ્કાએ સાધ્યુ નિશાન

એક્શનથી ભરેલી ફિલ્મ પઠાણ નું સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શન કરી રહ્યા છે. તે શાહરૂખ ખાનની કમબેક ફિલ્મ છે. તે છેલ્લે 2018 માં ફિલ્મ ‘ઝીરો’ માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને ડિમ્પલ કાપડિયા પણ જોવા મળશે. બીજી તરફ, આ ફિલ્મમાં સલમાન ખાન પણ ખાસ ભૂમિકા ભજવશે. જ્યાંથી આ ફિલ્મ પૂરી થશે ત્યાંથી સલમાનની ફિલ્મ ‘ટાઇગર 3’ શરૂ થશે. ફિલ્મનું બજેટ 200 કરોડ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ