Not Set/ હિન્દી ફિલ્મો બાદ હવે અજય દેવગણ આ તમિલ ફિલ્મમાં કરી શકે છે ડેબ્યુ !

મુંબઈ, હિન્દી ફિલ્મોમાં પોતાના અભિનય બતાવ્યા બાદ હવે અજય દેવગણ તમિલ સિનેમામાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, અજય દેવઘણ 1996 બ્લોકબસ્ટર ‘ઇન્ડિયન’ ની સિક્વલમાં કમલ હસન સાથે જોવા મળશે જો કે તમિલ ફિલ્મમાં કામ કરવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી, પરંતુ તાજેતરના ઈન્ટરવ્યું દરમિયાન કમલ હસનને આ વિશે પૂછવામાં આવતા તેમણે […]

Trending Entertainment
YY5 હિન્દી ફિલ્મો બાદ હવે અજય દેવગણ આ તમિલ ફિલ્મમાં કરી શકે છે ડેબ્યુ !
મુંબઈ,
હિન્દી ફિલ્મોમાં પોતાના અભિનય બતાવ્યા બાદ હવે અજય દેવગણ તમિલ સિનેમામાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, અજય દેવઘણ 1996 બ્લોકબસ્ટર ‘ઇન્ડિયન’ ની સિક્વલમાં કમલ હસન સાથે જોવા મળશે
જો કે તમિલ ફિલ્મમાં કામ કરવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી, પરંતુ તાજેતરના ઈન્ટરવ્યું દરમિયાન કમલ હસનને આ વિશે પૂછવામાં આવતા તેમણે પણ એવું કંઈ જણાવ્યું કે, તેમની સાથે અજય દેવગણ ફિલ્મમાં જોવા મળશે.
વધુમાં કમલ હાસને એમ પણ જણાવ્યું હતું કે, આ નિર્ણય ફિલ્મના ડારેક્ટર પર આધારિત છે. હવે કમલ હસને આ વાતને નકારી નથી કે, અજય દેવગણને ‘ઈન્ડિયન 2’ માં જોવામાં આવશે. પરંતુ સત્તાવાર જાહેરાત પછી જ તે સ્પષ્ટ થશે.
મહત્વનું છે કે, કમલ હસન અને અજય દેવગણને કોઈ પણ ફિલ્મમાં જોવા એ ચાહકો માટે સ્વપ્નની પરિપૂર્ણતા કરતાં ઓછું નહીં હોય.
આપને જાણવી દઈએ કે, કમલ હસન અને મનિષા કોઈરાલા ‘ઈન્ડિયન’ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળ્યા હતા, ત્યારે હવે સિક્વલમાં પણ કમલ હસન જ જોવા મળશે.
જો કે, આ ફિલ્મમાં હિરોઇન કોણ હશે, તે હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી. બીજી બાજુ કમલ હસન હાલમાં ‘બિગ બોસ તમિલ’માં વ્યસ્ત છે અને આ પછી તે ફિલ્મની શૂટિંગ શરૂ કરશે.