Not Set/ ગુજરાત / વિધાનસભાના ટૂંકા સત્રનો 9 ડિસેમ્બરથી પ્રારંભ

ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રનો પ્રારંભ 9 ડિસેમ્બર થી થશે. ત્રણ દિવસ માટે યોજાયેલાં ટૂકા સત્રમાં સરકાર તરફથી આઠ સરકારી વિધેયકો ગૃહમા રજૂ થશે..તો વિપક્ષ દ્વારા ખેડૂતોની સમસ્યા અને બિનસચિવાલય કર્મચારી માટેની પરીક્ષામાં ગેરરીતિ સહિત અનેકવિધ મુદ્દે શાસકપક્ષને ઘેરવામાં આવશે.ત્રિદિવસીય વિધાનસભા સત્ર દરમિયાન ચાર બેઠક યોજાશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબમુખ્યપ્રધાન નીતિન પટેલના નેતૃત્વની સરકારમાં 14 […]

Uncategorized
vidhansabha ગુજરાત / વિધાનસભાના ટૂંકા સત્રનો 9 ડિસેમ્બરથી પ્રારંભ

ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રનો પ્રારંભ 9 ડિસેમ્બર થી થશે. ત્રણ દિવસ માટે યોજાયેલાં ટૂકા સત્રમાં સરકાર તરફથી આઠ સરકારી વિધેયકો ગૃહમા રજૂ થશે..તો વિપક્ષ દ્વારા ખેડૂતોની સમસ્યા અને બિનસચિવાલય કર્મચારી માટેની પરીક્ષામાં ગેરરીતિ સહિત અનેકવિધ મુદ્દે શાસકપક્ષને ઘેરવામાં આવશે.ત્રિદિવસીય વિધાનસભા સત્ર દરમિયાન ચાર બેઠક યોજાશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબમુખ્યપ્રધાન નીતિન પટેલના નેતૃત્વની સરકારમાં 14 મી વિધાનસભાનું પાંચમું સત્ર 9 મી ડિસેમ્બર થી 11 ડિસેમ્બર ત્રણ દિવસ માટે યોજાયું છે. દરમિયાન શનિવારે ગૃહમાં સુપેરે સંચાલન હેતુ શાસક-વિપક્ષ સાથે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી.

વિપક્ષ દ્વારા ખેડૂતો અને પરીક્ષામાં ગેરરીતિ સહિતના મુદ્દે સરકારને ઘેરવાની રણનીતિ અપનાવવામાં આવશે. વિપક્ષે ગૃહના દિવસ ઓછા હોવાથી લંબાવવાની રજૂઆત કામકાજ સલાહકાર સમિતિમાં કરી હતી.

ત્રિદિવસીય વિધાનસભા સત્રમાં 4 બેઠકો યોજાશે. પ્રથમ દિવસે બે બેઠક યોજાશે. સત્રમાં પૂર્વ મુખ્યપ્રધાન દિલીપ પરીખના નિધન અંગે શોકદર્શક પ્રસ્તાવ , પૂજ્ય મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી ઉજવણી અંગે પ્રસ્તાવ અને 9 ડિસેમ્બર સંવિધાન હોવાથી સંવિધાન રક્ષા અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગૃહમાં પ્રસ્તાવ રજૂ કરશે. આ ઉપરાંત ત્રિદિવસીય સત્ર દરમિયાન વિશ્વખ્યાતિપ્રાપ્ત સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને પ્રવાસનધામ તરીકે જાહેર કરવા અને વિસ્તૃતીકરણ કરવા સહિત આઠ સરકારી વિધેયકો ગૃહમા રજૂ કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.