વિવાદ/ શ્વેતા તિવારી બોલી-મારી બ્રાની સાઈઝ ભગવાન લઈ રહ્યા છે, જાણો પછી શું થયું…

શ્વેતા તિવારી પોતાની સુંદરતા અને જોરદાર એક્ટિંગના કારણે દરરોજ સમાચારમાં રહે છે અને ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો પોસ્ટ કરતી રહે છે.

Trending Entertainment
શ્વેતા તિવારી

કસૌટી જિંદગી કીની ફેમ શ્વેતા તિવારી તેના એક નિવેદનને કારણે મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે. તેણે કહ્યું કે બ્રાની સાઈઝ ભગવાન લઈ રહ્યા છે. શ્વેતા તિવારી પોતાની સુંદરતા અને જોરદાર એક્ટિંગના કારણે દરરોજ સમાચારમાં રહે છે અને ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો પોસ્ટ કરતી રહે છે. ટૂંક સમયમાં શ્વેતા તિવારી એક વેબસીરીઝમાં જોવા મળશે અને આ વેબસીરીઝને લઈને તે ભોપાલમાં એક પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહી હતી. આ મામલે મધ્યપ્રદેશના ગૃહમંત્રી ડો. નરોત્તમ મિશ્રાએ ભોપાલના કમિશનર મકરંદ દેઉસ્કરને 24 કલાકની અંદર તપાસ કરીને રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો :ચોકલેટ કેક ખાધા બાદ શ્રુતિ હાસનની થઈ ખરાબ હાલત, વીડિયો જોઈને રહી જશો દંગ

શું બોલી શ્વેતા તિવારી?

મનીષ હરિશંકરની વેબ સિરીઝ શોસ્ટોપર્સનું શૂટિંગ મધ્યપ્રદેશમાં ચાલી રહ્યું છે. આ મામલે શ્વેતા તિવારી રોહિત રાય, કંવલજીત, સુરભરાજ જૈન સાથે ભોપાલમાં છે. અહીં તેણે પોતાની આખી ટીમ સાથે પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. ભોપાલમાં એક મીડિયા ચર્ચામાં શ્વેતાએ મજાકમાં કહ્યું કે ‘ મારી બ્રાની સાઈઝ ભગવાન લઈ રહ્યા છે’.

જ્યારે શ્વેતા તિવારીની આ ટિપ્પણીનો વીડિયો વાયરલ થયો ત્યારે તેના પર હોબાળો મચી ગયો હતો. વીડિયો આવ્યા બાદ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ ગુરુવારે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે મેં તે વીડિયો જોયો અને સાંભળ્યો છે. હું આ નિવેદનની નિંદા કરું છું. મેં ભોપાલ પોલીસ કમિશનરને તેના તથ્યો અને વિષય, સંદર્ભની 24 કલાકની અંદર તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

મીડિયાની સામે તેણે લોકોના દિલને ઠેસ પહોંચાડનારી આ વાત કહીને મુસીબત ખરીદી લીધી છે. આ વિવાદાસ્પદ નિવેદનને કારણે શ્વેતા તિવારીને ફેન્સના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો : મૌની રોયની હલ્દી સેરેમનીની પહેલી તસવીર આવી સામે તમે પણ જોઈ લો

આ પણ વાંચો :અનુપમ ખેરની માતા દુલાઈ બાઈએ પીએમ મોદીને આપ્યા આશીર્વાદ, કહ્યું- સુરક્ષા ન રાખો, અમે તમારી સાથે છીએ

આ પણ વાંચો :બિગ બોસ ફિનાલેમાં સિદ્ધાર્થ શુક્લાને આપવામાં આવશે શ્રદ્ધાંજલિ, શહનાઝ ગિલ મળશે જોવા

આ પણ વાંચો : પ્રસિદ્ધ ગાયક સોનુ નિગમને પદ્મશ્રી, પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ કરાઇ જાહેરાત