Not Set/ બીમાર હોસ્પિટલ : વરસાદી પાણી અને ગંદકીથી ઉભરાતી ધાનેરા રેફરલ હોસ્પિટલ

બનાસકાંઠા જીલ્લામાં હાલ માં જ પડેલા વરસાદ ને કારણે  જીલ્લામાં ઠેર ઠેર ભરાયેલા વરસાદી પાણી અને ગંદકીના ખડક્લા જોવા મળી રહ્યા છે. જેના કારણે હાલમાં જીલ્લામાં રોગચાળાએ માઝા  મૂકી છે. જિલ્લાની મોટાભાગની રેફરલ હોસ્પિટલ અત્યારે દર્દીઓથી ઉભરાઇ રહી છે. ત્યારે ધાનેરા રેફરલ હોસ્પિટલ પોતેજ બિમારીનું ઘર બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ધાનેરા માં […]

Top Stories Gujarat Others
ધાનેરા 3 બીમાર હોસ્પિટલ : વરસાદી પાણી અને ગંદકીથી ઉભરાતી ધાનેરા રેફરલ હોસ્પિટલ

બનાસકાંઠા જીલ્લામાં હાલ માં જ પડેલા વરસાદ ને કારણે  જીલ્લામાં ઠેર ઠેર ભરાયેલા વરસાદી પાણી અને ગંદકીના ખડક્લા જોવા મળી રહ્યા છે. જેના કારણે હાલમાં જીલ્લામાં રોગચાળાએ માઝા  મૂકી છે. જિલ્લાની મોટાભાગની રેફરલ હોસ્પિટલ અત્યારે દર્દીઓથી ઉભરાઇ રહી છે. ત્યારે ધાનેરા રેફરલ હોસ્પિટલ પોતેજ બિમારીનું ઘર બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

ધાનેરા બીમાર હોસ્પિટલ : વરસાદી પાણી અને ગંદકીથી ઉભરાતી ધાનેરા રેફરલ હોસ્પિટલ

ધાનેરા માં વાયરલ ફીવરના ભરડામાં આવ્યું છે ત્યારે સરકારી હોસ્પિટલ કેમ્પસ માં પાણી ભરાતા ડોકટર અને દર્દીઓની હાલત કફોડી બની છે.

ધાનેરા રેફરલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈન લાગી છે એક જ રૂમ માં પાંચ ડોકટરો ને બેસવાનો વારો આવ્યો છે, બીજી તરફ રેફરલ હોસ્પિટલમાં પાણી ભરાઈ જતા ડોકટર અને દર્દીઓ ની હાલત પણ કફોડી બની જવા પામી છે ડોકટર ના કવાટર્સ સુધી પાણી ભરાઈ જતા ખુદ ડોકટરો પણ બીમારીના ભરડામાં આવી જવાની શક્યતા દેખાઈ રહી છે.

ધાનેરા 2 બીમાર હોસ્પિટલ : વરસાદી પાણી અને ગંદકીથી ઉભરાતી ધાનેરા રેફરલ હોસ્પિટલ

હોસ્પિટલના કેમ્પસ માં પાણી ભરાઈ રહેતા દર્દીઓ વધુ બીમાર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વારંવાર રજુઆત કરવા છતાં પણ કોઈ પગલાં પાણી ના નિકાલ માટે લેવામા આવ્યા નથી.  હોસ્પિટલની આસપાસ ગંદકી નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.  લાંબા સમય થી પાણી ભરાઈ રહેતા અનેક રોગોના જીવાણુ પણ ઉતપન્ન થઈ રહ્યા છે.  ધાનેરા શહેર નું ગંદુ વરસાદી પાણી હોસ્પિટલમાંથી પસાર થતું હોવાથી હાલ તો દર્દીઓ અને ડોકટર ને હાલકી નો સામનો કરવાનો વારો આવ્યો છે.

ધાનેરા 1 બીમાર હોસ્પિટલ : વરસાદી પાણી અને ગંદકીથી ઉભરાતી ધાનેરા રેફરલ હોસ્પિટલ

ગુજરાત સરકાર આરોગ્ય ને લઈ ને મસમોટી જાહેરાત કરી રહી છે ત્યારે ધાનેરા રેફરલ હોસ્પિટલની જમીની હકીકત કઈક અલગ જ જોવા મળે છે. ત્યારે ધાનેરા નગરપાલિકા અને સરકાર કયારે આ હોસ્પિટલને ગંદકી અને ગંદા પાણી ના પ્રવાહ માંથી મુક્ત કરે છે એ તો આવનારો સમય જ બતાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.