Junagadh/ એશિયાનો સૌથી મોટા ગિરનાર રોપ-વેથી પ્રવાસીઓ તેમજ આવકમાં નોંધપાત્ર વધારો

જણાવી દઈએ કે, 2.32 કિમી અને રૂા.135 કરોડના ખર્ચે તૈયાર થયેલ ગિરનાર રોપ-વે દેશ-વિદેશના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. ગિરનાર રોપ-વે…

Top Stories Gujarat
ગિરનાર રોપ વેનો પ્રવાસ

ગિરનાર રોપ વેનો પ્રવાસ: એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે અત્યંત ફાયદાકારક સાબિત થઇ રહ્યો છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ સેવાનો લાભ લઇ રહ્યા છે. 24/10/2020 માં લોકો માટે ખુલ્લા મુકાયેલા આ પ્રોજેક્ટનો અત્યાર સુધી લાખો લોકો લાભ લઇ ચૂક્યા છે. આ વર્ષે છેલ્લા ત્રણ મહિનામાં પ્રવાસીઓની સંખ્યા અને આવકમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. લોકોએ રોપ-વેમાં સફર કરી ગુજરાતના સૌથી ઉંચા શિખર પર બિરાજતા મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે

જણાવી દઈએ કે, 2.32 કિમી અને રૂા.135 કરોડના ખર્ચે તૈયાર થયેલ ગિરનાર રોપ-વે દેશ-વિદેશના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. ગિરનાર રોપ-વે જે ઉડનખટોલા તરીકે પણ ઓળખાય છે. એશિયાનો સૌથી મોટો રોપ-વે પ્રોજેક્ટ છે. જે રાજ્યના સૌથી ઉંચા પર્વત ગિરનાર પર તૈયાર થયેલ છે. આમ, જૂનાગઢમાં રોપ-વેના લીધે સૌથી વધુ રોજગારી સર્જન કરતા પ્રવાસન ઉદ્યોગને વેગ મળી રહ્યો છે. તેમજ રોપવે ના કારણે દર વર્ષે જૂનાગઢ જિલ્લાની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આવકની દ્રષ્ટિએ પણ ફેબ્રુઆરી 2022 ની સરખામણીએ માર્ચમાં એક કરોડનો વધારો જોવા મળ્યો છે.

ગિરનાર એ ગુજરાતનું આધ્યાત્મિક ગૌરવ છે અને દેશ વિદેશથી અહીં પ્રવાસીઓ આવે છે. તેમની સુવિધા માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે અને રોપવે પ્રોજેક્ટના લીધે પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે અને રોપવેની સુવિધાથી પર્વતના 10,000 પગથિયા ચડ્યા વગર મિનિટોમાં માતાજીના મંદિર સુધી પહોંચી જવાય છે. રોપ-વે પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી અત્યાર સુધી ૧ કરોડ યાત્રિકોએ આ સેવાનો લાભ લીધો છે. આ ઉપરાંત જૂનાગઢ આગવી ઓળખ સમાન ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાની રેસ્ટોરેશન, ડેવલપમેન્ટ અને કંન્ઝર્વેશનની કામગીરી પણ પુરજોશમાં થઇ રહી છે. જે આગામી થોડા મહિનામાં જ પૂર્ણ થઇ જશે.

આ પણ વાંચો: Retirement relief/ કોંગ્રેસના વડીલ નેતાઓને નિવૃત્તિમાં રાહત! જાણો પાર્ટીએ કેવા નિર્ણયો લીધા

આ પણ વાંચો: Delhi/ કર્ણાટકમાં શાળાના અભ્યાસક્રમોમાંથી ભગતસિંહનું પ્રકરણ હટાવ્યું, કેજરીવાલે કહ્યું, ભાજપ શા માટે શહીદોનું અપમાન કરે છે

આ પણ વાંચો: Photos/ કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યાથી આક્રોશ, VHPએ પૂછ્યું- શું કાશ્મીર ફાઈલસની ફરીથી રીપીટ કરવામાં આવી રહી છે?