નારાજગી/ PM મોદીએ આપેલા ‘વીર બાલ દિવસ’ના નામથી શીખ સમુદાય નારાજ, હવે શીખ સંસ્થાએ આ નામથી ઉજવણી કરવાની કરી જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે 10માં શીખ ગુરુના પુત્રો જોરાવર સિંહ અને ફતેહ સિંહની શહાદતની યાદમાં 26 ડિસેમ્બરે ‘વીર બાલ દિવસ’ તરીકે ઉજવવામાં આવશે

Top Stories India
Veer Bal Diwas

Veer Bal Diwas :   શીખ સમુદાયે 26 ડિસેમ્બરને ‘સાહિબઝાદે શહીદ દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)ના વડા હરજિન્દર સિંહ ધામીએ રવિવારે શીખ સમુદાયને ગુરુ ગોવિંદ સિંહના પુત્રોના શહીદ દિવસને ‘વીર બાલ દિવસ’ને બદલે ‘સાહિબઝાદે શહીદ દિવસ’ તરીકે ઉજવવાનું કહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે 10માં શીખ ગુરુના પુત્રો જોરાવર સિંહ અને ફતેહ સિંહની શહાદતની યાદમાં 26 ડિસેમ્બરે ‘વીર બાલ દિવસ’ તરીકે ઉજવવામાં આવશે.

ધામીએ કહ્યું, ‘ભારત સરકાર દ્વારા સાહિબજાદોના શહીદ દિવસને ‘વીર બાલ દિવસ’ (Veer Bal Diwas )તરીકે ઉજવવો એ વિશ્વના ધાર્મિક ઈતિહાસમાં મહાન શહાદતને નીચો પાડવાનું એક દુષ્ટ કાવતરું છે. જો સરકાર ખરેખર સાહિબજાદોને શ્રદ્ધાંજલિ આપવા માંગતી હોય તો આ દિવસને સાહિબજાદે શહીદ દિવસ તરીકે ઉજવવામાં શું વાંધો છે. શીખ વિરોધી શક્તિઓના ઈશારે થઈ રહી છે રાજનીતિ.

ધામી હરજિન્દર સિંહ ધામીએ કહ્યું કે એ ઐતિહાસિક હકીકત છે કે ગુરુ ગોવિંદ સિંહના બંને પુત્રોએ મુઘલોને ઉત્તરમાંથી ભગાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે કહ્યું કે જે રીતે સરકાર આ દિવસને ‘વીર બાલ દિવસ’ તરીકે ઉજવવા પર અડગ છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે શીખ વિરોધી શક્તિઓના ઈશારે રાજકારણ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે એસજીપીસીએ આ મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંસ્કૃતિ પ્રધાનને પત્ર મોકલ્યો હતો, પરંતુ સરકારે હજુ પણ નામ બદલ્યું નથી.

ઉલ્લેખનીય છે કે  મોદી 26 ડિસેમ્બરે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં ‘વીર બાલ દિવસ’ના અવસર પર ‘ઐતિહાસિક’ કાર્યક્રમમાં ભાગ લેશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) એ શનિવારે આ માહિતી આપી. એક નિવેદનમાં, પીએમઓએ જણાવ્યું હતું કે મોદી લગભગ 300 બાલ કીર્તનીઓ દ્વારા શબદ કીર્તનમાં ભાગ લેશે અને લગભગ 3,000 બાળકો દ્વારા ‘માર્ચ-પાસ્ટ’ને ફ્લેગ ઓફ કરશે.

સરકારની મંજૂરી/ભારત સરકારે 120 બેલેસ્ટિક મિસાઈલોની ખરીદીને આપી મંજૂરી,ચીન-પાકિસ્તાન સરહદ પર તૈનાત

અમદાવાદ કોરોના/અમદાવાદમાં કોરોનાના એક જ દિવસમાં નવ કેસઃ રેન્ડમ ટેસ્ટિંગમાં શનિવારે આવ્યા આટલા કેસ

Kisan Maha Panchayat/કિસાન મહા પંચાયત આ રાજ્યમાં 26મી જાન્યુઆરીએ યોજાશે, ખેડૂત નેતા રાકેશ ટિકૈતે શું કહ્યું

બિહાર શૂટિંગ/બિહારમાં જમીનના વિવાદમાં પાંચ મહિલાઓને ગોળી મારી દેવાઈ