મહારષ્ટ્ર/ બીડમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 6 વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યાં

આ ટક્કર એટલી ભીષણ હતી કે 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘાયલોને અંબાજોગાઈ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસ લાતુરથી ઔરંગાબાદ જઈ રહી હતી.

India
ssssssssssssssssssssssssssssssssssssssssssssssssss 2 1 બીડમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 6 વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યાં

દેશમાં  દિવસે ને  દિવસે  અકસ્માતના કેસો વધતાં જોવા મળી  રહયા  છે  ત્યારે આજે એજ એક એવો  કિસ્સો સામે આવ્યો છે જેમાં મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં બસ ટ્રક અકસ્માત સર્જાયો હતો.  જેમાં રવિવાર થયેલા આ ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે અને 8 થી 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બીડના અંબાજોગાઈ તાલુકાના સાયગાંવ પાસે બસ ટ્રક સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘાયલોને અંબાજોગાઈ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસ લાતુરથી ઔરંગાબાદ જઈ રહી હતી.

આ  પણ  વાંચો:ગુજરાત /  સરકારે ગુજરાતના 3 શહેરોમાં 6 ટાઉન પ્લાનિંગ સ્કીમને આપી મંજૂરી

રવિવારે સવારે લાતુર-અંબાજોગાઈ રોડ પર રાજ્ય પરિવહનની બસ અને ટ્રક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. બસ લાતુરથી ઔરંગાબાદ જઈ રહી હતી. બીજી તરફ ટ્રક અંબાજોગાઈથી લાતુર તરફ આવી રહી હતી. ટ્રક પ્લાસ્ટિકની પાઇપોથી ભરેલી હતી. બરદાપુર ફાટક પાસે વળાંક પર આવતાં જ બસ ટ્રક સાથે અથડાઈ હતી.

આ પણ  વાંચો:ગમખ્વાર અકસ્માત /  ધોળકા-બગોદરા હાઇવે પર માતાજીના મંદિરે જતા પાંચ લોકોના અકસ્માતમાં મોત

અકસ્માત કેટલો ભયંકર હતો તે આના પરથી જ સમજાય છે કે 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. ટ્રક પણ ઓવરલોડ હતી. જેના કારણે અકસ્માત આટલો ભયાનક બન્યો હતો. ઘાયલોની સારવાર શરૂ કરવામાં આવી છે.